ગાંધીનગર કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી. આ મામલે નામદાર કોર્ટ તમામ મુદાઓનું અવલોકન કર્યું હતું. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે આ કેસમાં ચુકાદો આપતા આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત પીડિતાને 50 હજારની આર્થિક વળતર આપવા કોર્ટે સૂચન કર્યું હતું. વર્ષ 2013 માં સપ્ટેમ્બર માસમાં આશારામ વિરુદ્ધ સુરત ખાતે યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો તે પોલિસ સ્ટેશનમાં કેસ કર્યો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.
ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે. આસારામ સામે દુષ્કર્મ મામલે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો હતો. ગઈકાલે 2013 ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે સજા સંભળાવી હતી. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે