ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે ત્રણ વાગ્યે આસારામને સજા સંભળાવશે, બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. આસારામ સામે દુષ્કર્મ મામલે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગઈકાલે 2013 ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરાયા હતા. આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. કોર્ટ આજે સજા સંભળાવશે. જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે.
ફરિયાદી તરફથી વકીલ રજુઆત કરી કે 376 સજાની પુરી જોગવાઈ થતા 377 માં પણ પૂરે પુરી સજા કરવામાં આવે. આ ઉપરાંત 506 ની 2 કલમ હેઠળ પૂરે પુરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેસની સુનવણીમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી પ્રક્રિયા આગળ વધારી હતી. ભોગ બનનારને વળતર ચૂકવા માટે ફરિયાદ પક્ષના વકીલે માંગ પણ કરી છે.