Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 વિદેશીઓનો કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

Share

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ફરી બે કોરોના પોઝિટીવ આવતા ચિંતા વધી છે. કંબોડિયાના 2 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. જેથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઓમિક્રોનના નવા વેરીયટન્ટની દહેશત વચ્ચે અત્યારે કોરોનાને લઈને દહેશત છે. ત્યારે આ દહેશત વચ્ચે કોરોનાને લઈને તમામ હોસ્પિટલમાં ડ્રાઈવ પણ યોજાઈ છે આ ઉપરાંત બહારથી આવેલું સ્ટ્રેસિંગ પણ એરપોર્ટ પર શરુ કરવામાં આવ્યું છે. તેવામાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં 2 વિદેશીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસોની ગતિ ધીમે સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 28 ડિસેમ્બરે કોરોનાના 06 નવા કેસ નોંધાયા છે. આજે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં 2 વિદેશીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગિફ્ટ સિટી ક્લબમાં અલગ રાખવામાં આવ્યા છે. સાવચેતીના ભાગ રૂપે આ ​​દર્દીઓના સંપર્કમાં આવેલા અન્ય 17 લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

Advertisement

કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના 06 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલના સાંજના આંકડા પ્રમાણે અમદાવાદમાં 02, ગાંધીનગરમાં 01, ખેડામાં 01, કચ્છમાં 01, વડોદરામાં 01 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા પર પહોંચી ગયો છે. ચાર દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.


Share

Related posts

“રોહિત શર્માએ ધ કાશ્મીર ફાઇલ્સને અલગ અને અનોખું સંગીત આપીને ફિલ્મને ઘણો ન્યાય કર્યો છે”.

ProudOfGujarat

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં

ProudOfGujarat

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!