Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો મળશે વધારો

Share

દૂધ ઉત્પાદન ક્ષેત્રે દૂધ ઉત્પાદકોને દિવસેને દિવસે ફાયદો થઈ રહ્યો છે. દૂધના ફેટના ભાવો વધારવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના દૂધ ઉત્પાદકો માટે પણ ખુશખબર સામે આવી છે. ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ફેટ દીઠ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ફેટના ભાવમાં રૂ.815 થી રૂ.850 પ્રતિ કિલોનો વધારો કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી જ લાગુ થશે.

ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ચૂંટણી બાદ સારા સમાચાર આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ફેટ દીઠ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને ફાયદો થશે. આ સાથે મધુર ડેરી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદકોમાં આ સૌથી વધુ ભાવ છે. નોંધપાત્ર રીતે, દૂધના ભાવમાં વધારો થવાથી પશુપાલકોના જીવનધોરણમાં સુધારો થશે. જે દૂધ ઉત્પાદકોને 815 રૂપિયાનો વધારો મળતો હતો તેને હવે 850 રૂપિયાના બદલે 35 રૂપિયાનો વધારો મળશે.

Advertisement

મધુર ડેરી, ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરી ગાંધીનગર દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ દૂધ તેમજ પશુપાલકો અને કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોને તેમની કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધનનો લાભ મળે તે માટે મિશન બિયોન્ડ મિલ્ક જેવી આ પહેલના ભાગરૂપે વિવિધ વસ્તુઓ પૂરી પાડવા માટે ભૂતકાળમાં દૂધ, ફળો, શાકભાજી અને મિનરલ વોટરનું વેચાણ પણ આયોજન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ભરૂચ : રીક્ષા સાથે બાઇક અથડાતાં બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલકે રીક્ષા ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી.

ProudOfGujarat

સુરત : આગામી 31 મી ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીને જોતાં વ્યાપક પ્રમાણમાં દારૂનાં જથ્થાનું વહન રોકવા સુરત પોલીસતંત્રએ કમર કસી છે.

ProudOfGujarat

જંબુસર પાસે વાવલી માર્ગ પર આવેલ સોફા બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!