પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને 100 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી મોદી હીરાબા ને મળવા ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યા હતા, જ્યાં માતાના ચરણસ્પર્શ કર્યા હતા અને ચરણ વંદના કરીને તેમની પૂજા કરી હતી. માતા હીરાબાને આજે એટલે કે, 18 જૂનના રોજ 100 વર્ષ પૂર્ણ થવાને લઇને માતાને મળવા એક દીકરો પહોંચ્યો હતો, જ્યાં ભાવૂક દ્રશ્યો જોવા મળ્યા.
નરેન્દ્ર મોદી ભારતના ભલે પ્રધાનમંત્રી હોય પણ આજે હીરાબાને એક લાડકવાયા સમાન માતાને મળવા પહોંચ્યા હતા, અને મોં મીઠું કરાવી તેમને ફૂલની માળા પહેરાવી હતી અને ચરણવંદના કરી હતી.
અત્રેલ ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી જ્યારે પણ ગુજરાત આવતા હોય છે ત્યારે માતા હીરાબાને મળવા માટે અચૂક જતાં હોય છે ત્યારે આજનો દિવસે એટલા માટે ખાસ હતો કે, હીરાબાને 100 વર્ષ પૂર્ણ થતાં હતા ત્યારે રાજ્યના લોકોમાં પણ એક ઉત્સાહ હતો કે, માતા હીરા બા સો વર્ષ પૂર્ણ કર્યા છે અને પ્રધાનમંત્રી મોદી તેમને મળવા માટે પહોંચવાના છે.
આ સાથે જ પીએમ મોદીના માતાના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.