આજે ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું વિરાટ શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું. સૌએ એકતાનો પરચો બતાવી મહાઆંદોલનના શ્રી ગણેશાય કર્યા હતા.
આજે ગાંધીનગરમા વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડી વિરોધ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો જેમાં નર્મદાના 500 થી વધુ શિક્ષકો જોડાયા હતા. વિધાનસભા ચૂંટણી પહેલાં મહાઆંદોલન શરૂ થવાના એંધાણ શરૂ થયાં છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવી અને ઘરણાંનાં કાર્યક્રમની શરૂઆત કરી છે. આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનીરચના પણ કરાઈ છે. ત્યારે આજે સોમવારે ફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કર્મચારીઓના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1 લી એપ્રિલ,2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેંશન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારેનવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે.
દીપક જગતાપ, રાજપીપલા