Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે આંદોલન પર બેઠેલા સફાઈ કર્મચારીઓની લીધી મુલાકાત.

Share

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ આજે પાટનગર ગાંધીનગર ખાતે સફાઈ કર્મચારીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કર્મચારીઓનું શોષણ થાય છે તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.

આજે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે આંદોલન કરતાં સફાઈ કર્મચારીઓ ને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી તેમજ સફાઈ કર્મચારીઓ માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ને નાબુદ કરી સફાઈ કર્મચારીઓની સીધી ભરતી થવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. ગુજરાતમાં સફાઈ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે શોષણ થાય છે તેને અટકાવવાની વાત કરી હતી. કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે સફાઈ કર્મચારીઓને પૂરતું વેતન પણ ન મળતું હોય તેમજ ગુજરાતમાં સૌ સફાઈ કર્મચારીઓ સાથે સારો વ્યવહાર રાખે તે ઉપર જણાવ્યું હતું. અંતમાં કહ્યું હતું કે દેશવાસીઓ અને સત્તાધીશો યાદ રાખે કે દેશ સફાઈ કર્મચારીઓના કારણે જ સ્વચ્છ છે તો સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા માટે સફાઈ કર્મચારીઓની અવગણના ના કરવી જોઈએ અને તેમને પૂરતું વેતન મળે તેવા પ્રયત્નો હું હર હંમેશ કરીશ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ટ્રક્સ ઓનર્સ એસોસીએસન દ્વારા ખાણખનીજ વિભાગ ને આવેદન આપ્યું…

ProudOfGujarat

નર્મદા નદીમાં થતાં આડેધડ રેત ખનનને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય મંત્રાલયને કરી રજુઆત.

ProudOfGujarat

રાજકોટ-ગોંડલ રોડ પરથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ-SOGએ દરોડો પાડી 15 દેશી હથિયાર કબજે કર્યાં….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!