અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મહિલા હોદ્દેદારો માટે ચાણક્ય ભવન ગાંધીનગર મુકામે તારીખ 15 અને 16 બે દિવસ સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ ફોર વુમન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિરમાં દિપ પ્રાગટ્ય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી.
આ શિબિરમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સેક્રેટરી સીમા માથુર માર્ગદર્શન આપવા ખાસ હાજર રહ્યાં હતાં. બીજા દિવસે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોષી સાહેબ પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીષભાઇ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી, સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવેલ હતું. શિબિરમા 30 મહિલા હોદ્દેદારોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશભાઇ પટેલ, ગોકુલભાઈ પટેલ, રણજીતસિંહ પરમાર, સુરત જિલ્લામાંથી રીના રોઝલીન ક્રિશ્ચિયન તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યાં હતાં. શિબિરમાં સંગઠનમાં મહિલાઓ નેતૃત્વ કઇ રીતે કરી શકે, તેમજ અન્ય બાબતે ખાસ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
સંગઠનમા મહિલા નેતૃત્વ કઈ રીતે કરી શકે ? તે અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા હોદ્દેદારોની શિબિર યોજાઇ.
Advertisement