રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે એક ધ્યાન કર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું. ગાંધીનગર સહિત રાજ્યભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. આજરોજ ગૃહ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સીવિલમાં બાળકની મુલાકાત લીધી હતી. બાળકને વાહલ કરી મનભરી રમાડયું હતું. જ્યારે માસૂમ બાળકના સ્મિતને જોઇને માતા જશોદા બનેલા દિપ્તીબેન અને સિવીલ હોસ્પિટલના કર્મીઓએ બાળક નામ સ્મિત રાખ્યુ છે. હર્ષ સંઘવીએ આ બાળકના માતા પિતા (ગુનેગાર) જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હું ગાંધીનગર નહી છોડું.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જ્યાં સુધી બાળકના માતા પિતા નહી મળે ત્યાં સુધી ગાંધીનગર બહાર નહી જવાનું પ્રણ લીધું હતું. તેણે જણાવ્યું કે, ગાંધીનગર બહારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. રવિવારે સુરતમાં યોજાનાર જનઆશીર્વાદ યાત્રાઓ પણ રદ્દ કરવામાં આવી છે. રવિવારે તેઓની ભવ્યજનઆશિર્વાદ યાત્રાનું આયોજન કરાયેલું હતું. જો કે હવે ગૃહમંત્રીની આ જાહેરાતથી હવે તેમનો કાર્યક્રમ રદ્દ જાહેર થયો છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ નવયુવાન અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમ થકી વધુ વધુ આ સમાચાર શેર કરવાની અપીલ કરી છે. તેમજ આ બાળક અંગેની કોઇ માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. ગૃહ રાજય મંત્રીએ માસૂમ બાળકને તેડીને રમાડયું હતું.તેમજ તેની સારવારમાં શું શું કરવામાં આવ્યું છે. બાળકની તંદુરસ્તી અને તેના રિપોર્ટ અંગેની માહિતી પણ ર્ડાકટર સાથે વાતચીત કરી મેળવી હતી.