ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી દઈ નાસી છુટ્યો છે. ત્યારે છેલ્લા બાર તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી વારસો મળી જાય તેની તપાસમાં લાગી ગઈ છે. હાલમાં ગાંધીનગર વોર્ડ નંબર-2 નાં કોર્પોરેટર દિપ્તીબેન યશોદા માં ની જેમ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે.
આ વચ્ચે મહિલા કોર્પોરેટર દિપ્તી પટેલ સતત સ્મિતની સારસંભાળ રાખી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, બાળક એટલો ક્યુટ છે કે તેને વ્હાલ કર્યા વગર કોઈ ન રહી શકે. તે જરા પણ રડી નથી રહ્યો. આખી રાત તે શાંતિથી સૂઈ ગયો હતો, અને જરા પણ ત્રાસ આપી નથી રહ્યો. દિપ્તી પટેલે કહ્યું કે, માનવતાની દ્રષ્ટિએ મે આ કામ કર્યુ છે. મારી એક જ ઈચ્છા છે કે, બાળક તેના રિયલ માતાપિતા સુધી પહોંચી જાય. મીડિયા દ્વારા સારો પ્રસાર થયો છે. હજી સુધી તેના માતાપિતા મળ્યા નથી. તેથી મારી અપીલ છે કે, જો બાળકને તરછોડ્યો હોય તો વહેલી તકે તમારી ભૂલ સુધારી લો અને તેને અપનાવી લો. આપણા ગૃહરાજ્ય મંત્રીએ બાળકનુ સ્મિત જોઈને તેને સ્મિત નામ આપ્યુ છે. બાળક હકીકતમાં આ નામ જેવો હસમુખો છે. ગાંધીનગરનાં પેથાપુર સ્વામિનારાયણ ગૌ શાળાનાં સેવકને ગઈકાલે રાત્રે સાડા આઠ નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી તે દોડીને દરવાજા તરફ ગયો હતો. જ્યાં દરવાજા પાસે બાળક રડી રહ્યું હતું. આથી સેવકે તુરંત બાળકને તેડી લઈ તેને શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી વારસોને શોધ્યા હતા. પરંતુ કોઈ ચહલ પહલ નહીં જણાતા તેને ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.
ગાંધીનગરમાં તરછોડાયેલા માસૂમ સ્મિતને મળી મા યશોદા…
Advertisement