ગાંધીનગરમાં આપની એન્ટ્રીએ સમીકરણ બદલી નાંખ્યા,ભાજપ પહેલીવાર સત્તા તરફ આગળ વધી રહી છે. આપનો ઘાટ ગાજ્યા મેઘ વરસ્યા નહી પરતું ચોક્કસ પણે ભાજપ ફાયદો કરાવી ગયો છે. પહેલીવાર બહુમતી સાથે સત્તા મેળવશે તેવા એંધાણ હાલ વર્તાઇ રહ્યા છે ભાજપ હાલ 24 બેઠક પર આગળ છે. લગભગ સત્તાની નજીક પહોંચી રહી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા સહતિ થરા, ભાણવડ અને ઓખા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોનું આજે પરિણામ જાહેર થશે. આ મતગણતરી પૂર્ણ થતા જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે પાટનગરમાં ભાજપ, કોંગ્રેસ કે પછી આપ પાર્ટીમાંથી કોણ રાજ કરશે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત મહેસાણાની 2 પાલિકા અને 2 તાલુકા પંચાયત અને સાબરકાંઠાની 2 તાલુકા પંચાયતના પરિણામ પણ જાહેર થશે. મમનપાના પરિણામોની વાત કરીએ તો હાલ ભાજપ 19 બેઠક પર જીત મેળવી ચૂક્યું છે જયારે કોંગ્રેસ એક બેઠક પર વિજ્ય થઇ છે્ હજી સુધી આપે તો ખાતુ પણ ખોલ્યું નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના 10 ટકા મતો કાપીને ભાજપને ફાયદો કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે ગુજરાત ભાજપનો ગઢ છે અને તે સત્તા પર કાબિજ રહે છે.કોંગેસને આત્મમંથનની દર ચૂંટણી પર જરૂર પડે છે.