Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : દારૂના નશામાં ખતમ થઇ ત્રણ જીંદગીઓ: તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા

Share

દહેગામના સાંપાથી મહમદપૂરા તરફ જતા પીપળીયા તળાવમાં બે સગા ભાઈ સહિત ત્રણ મિત્રોનું ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ગઈકાલે શુક્રવારે રાતથી તળાવમાં ડૂબેલા મિત્રોની લાશ આજ સવારે તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ત્યારે રખિયાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામમાં આવેલ તળાવમાં મોડી રાતે ન્હાવા પડેલા બે સગા ભાઇ સહિત ત્રણ લોકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. સાંપા ગામના ચાર યુવકો સહિત છ લોકો તળાવ કિનારે મોડી રાતે જમવા ગયા હતા. આ દરમિયાન બે યુવકો ન્હાવા પડ્યા હતા. જો કે અચાનક પાણીમાં ગરકાવ થતાં અન્ય એક યુવક બચાવવા પડતા ત્રણેય યુવકો ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં ગામજનો તળાવ કિનારે એકઠા થઇ યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જો કે કોઇ પત્તો ન લાગતા રખિયાલ પોલીસને જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન, પોલીસે તરવૈયા લઇ શોધખોળ હાથ ધરતા સવારે ત્રણેય મૃતદેહો મળી આવ્યા હતા. તો બીજી તરફ મહેફિલ માણ્યા બાદ યુવકો રાતે તળાવ કિનારે જમાવોના પોગ્રામ બનાવ્યો હતો. નશાની હાલતમાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
દહેગામ તાલુકાના સાંપા ગામમાં રહેતા 35 વર્ષીય કુલદીપ અંબાલાલ પટેલ તેમજ તેનો ભાઈ યોગેશ, સંજય ગોવિંદભાઈ પટેલ, જગદીશ પટેલ તેમજ અન્ય બે મિત્રો મળી કુલ છ લોકો ગઈકાલે શુક્રવારે પીપળીયા તળાવ પાસે ગયા હતા. જેમાંથી સંજય અને કુલદીપ તળાવમાં ન્હાવા પડ્યા હતા.

જોકે, તે ડૂબવા લાગતાં યોગેશ પટેલ તેમને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો. જ્યારે બે મિત્રો ગભરાઈ જતાં ભાગી હતા અને જગદીશે ગામમાં જઈને અંબાલાલ પટેલને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. પરંતુ અંધારું હોવાથી ત્રણેયને શોધવા મુશ્કેલ ભર્યું હતું. જોકે, એક્ટિવા તેમજ ચંપલો તળાવ પાસે છૂટા છવાયા મળી આવ્યાં હતા. વિગત મુજબ, દહેગામ તાલુકાના સાંપા ગામમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. તળાવમાં ડૂબતા બે સગા ભાઇઓ સહિત ત્રણ જુવાન જોધ યુવકોના મોત થયા હતા. મોડી રાતે ગામમાં રહેતા ચાર યુવકો તેમજ અમદાવાદના બે લોકો સહિત કુલ છ લોકો તળાવ કિનારે જમવા ગયા હતા. આ દરમિયાન સંજય ગોવિંદભાઇ પટેલ તેમજ કુલદિપ અંબાલાલ પટેલ ન્હાવવા પડ્યા હતા. અચાનક પાણીમાં ડૂબવા લાગતા કુલદિપનો ભાઇ યોગેશ અંબાલાલ પટેલ બચાવવા પાણીમાં કુદ્યો હતો. જો કે ઉંડા પાણીના વહેણમાં ત્રણેય યુવકો ગરકાવ થઇ ગયા હતા. તો બીજી તરફ તળાવ કિનારે બેઠેલા અમદાવાદના બે યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે સાંપા ગામનો એક યુવક જગદિશ ભાઇ પટેલ ગામમાં જઇ સમગ્ર ઘટનાને વાકેફ કરતા આખું મોડી રાતે તળાવ કિનારે દોડી આવ્યું હતું. તળાવ કિનારે બિનવારસી હાલતમાં એક્ટિવા મળી આવી હતી. દરમિયાન લાંબી શોધખોળ બાદ પણ કોઇ પત્તો ન લાગતા નજીકના રખિયાલ પોલીસને જાણ કરી હતી.

Advertisement

આ અંગેની જાણ થતાં જ રખિયાલ તરૈવયાઓને લઇ સ્તળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જો કે વહેલી સવારે ત્રણેય યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપામાં પાણીમાં ગરકાવ થતાં ત્રણેય યુવકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ સૂત્રો મજબ, દુર્ઘટના દરમિયાન હાજર જગદિશ પટેલે કબૂલાત કરી હતી કે, સાંપા ગામના ચાર યુવકો તેમજ અમદાવાદના બે લોકો સહિત છ લોકોએ ભેગા મળીને દારૂની મહેફિલ માણી હતી. બપોર બાદ મહેફિલ માણ્યા બાદ રાતે જમવાનો પોગ્રામ ગોઠવ્યો હતો. ત્યારે હોટલમાંથી જમવાનું મંગાવી તળાવ કિનારે ભેગા થયા હતા. ત્યારે નશાની હાલતમાં સંજય પટેલ તેમજ કુલદિપ પટેલ ન્હાવવા પડ્યા હતા. આ દરમિયાન બન્ને પાણીમાંથી બહાર આવી શક્યા નહતા. ત્યારે કુલદિપનો ભાઇ યોગેશ પટેલ બચાવવા પાણીમાં જતા ત્રણેય લાપતા થઇ ગયા હતા. બીજી તરફ અમદાવાથી મહેફિલ માણવા આવેલા સંજય ભાઇ તેમજ અન્ય એક સંબંધી ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. તો બીજી તરફ એક જ પરિવારના બે સગા ભાઇઓ સહિત ત્રણ લોકોના મોતથી પરિવારમાં ગમગીનનો માહોલ છવાયો હતો. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો.

ProudOfGujarat

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલની નિખાલસ રજૂઆતો…હું સામાન્ય કાર્યકર તરીકે લોકો વચ્ચે કામ કરી રહ્યો છું.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!