Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર: પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈને નવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ હાથમાં લીધો

Share

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો છે. તેઓ આજે પોતાની સાથે‘ યશસ્વી ભારત, ભગવદ ગીતા અને માય જર્ની વિથ એન આઈડિયોલોજી નામના ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ આજથી વિધિવત ચાર્જ સંભાળી રહ્યાં છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ ઓફિસમાં એન્ટ્રી કરીને વિધિવત કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રૂપાણી સરકાર ના મંત્રીઓએ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે. પરિવાર સાથે પૂજા કર્યા બાદ ગૃહમંત્રી તરીકનો ચાર્જ સ્વીકાર્યો હતો.

ગાંધીનગરમાં નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી થઈ ચૂકી છે. રાજ્ય સરકારના મંત્રીઓ આજથી વિધિવત ચાર્જ લઈ રહ્યાં છે. ગાંધીનગરમાં આજે તમામ મંત્રીઓ અલગ-અલગ સમયે ચાર્જ લેશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધિવત ચાર્જ લીધો. શ્રમ, રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ ચાર્જ લીધો છે. તો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીઠાઈ ખવડાવીને જીતુ વાઘાણીનું ચેમ્બરમાં સ્વાગત કર્યુ હતું.

Advertisement

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના આશીર્વાદ લીધા હતા અને તેમણે પણ જીતુભાઈને ભગવાન ગણેશની મૂર્તિ અને પેન ભેટ આપી હતી.આ પહેલા તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પગલે લાગીને તેમના આર્શીવાદ લીધા હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ચાર્જ લેવા પહોંચ્યા ત્યારે રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ અને શુભેચ્છકોને નવા ગૃહરાજ્ય મંત્રીએ અપીલ કરી કે, શુભેચ્છા આપવા માટે ગાંધીનગર સુધી લાંબા ન થાય. જે તે જિલ્લાની મુલાકાત દરમિયાન તમામ સાથે મુલાકાત કરીશ.


Share

Related posts

ગોધરા તાલુકાનાં નદીસર તાલુકા પંચાયત બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય.

ProudOfGujarat

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

ProudOfGujarat

મહિલા શશક્તિકરણ:અંકલેશ્વર માં વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા 60 મહિલાઓ ને સિલાઈ મશીન નું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!