Proud of Gujarat
INDIAFeaturedGujarat

PM મોદીએ 1100 કરોડનાં પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ, અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ સહિતનાં નેતાઓ હાજર રહ્યા.

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 1100 કરોડના કામોનું લોકાર્પણ કરશે. પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. વડાપ્રધાને આજે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું, કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને.

આ સપનું સાકાર થઇ ચુક્યું છે. ગાંધીનગરને મળી રહ્યું છે. રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન…! આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચતારક બિઝનેસ હોટેલ. આજે 16 જુલાઈએ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી આજે વડનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુયલ ઉદઘાટન કર્યું હતું. આ એ જ રેલવે સ્ટેશન છે, જ્યાં પીએમ મોદી ક્યારેય ચા વેચતા હતા.

Advertisement

વડનગર રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ છે. ઉદઘાટનની સાથે વડનગર બ્રોડગેજ સેન્ટ્રલ રેલવેના માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાશે. તેને વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કટિ અંતર્ગત બનાવવામાં આવ્યુ છે. વડનગર સ્ટેશનની ઈમારત પથ્થરના નક્શીકામથી બનાવાઈ છે. સમગ્ર સ્ટેશનને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સ્ટેશન પર બે મુસાફર પ્લેટફોર્મ અને ફૂટઓવર બ્રિજ છે. આ સાથે જ મુસાફરો માટે કેફેટેરિયા અને વેઈટિંગ રૂમ પણ બનાવાયો છે.

પીએમ મોદીના બાળપણ સાથે આ યાદો જોડાયેલી છે. જ્યારે તેઓ પોતાની ચાની કીટલી પર કામ કરતા હતા અને ટ્રેનના મુસાફરોને ચા આપતા હતા. આ ઉપરાંત સાયન્સ સિટીમાં નિર્માણ પામેલાં 5D થીએટર અને 11,600 થી વધું માછલીઓ ધરાવતી એક્વાટિક ગેલેરી, રોબો કેફે સહિત 202 રોબોટ્સ ધરાવતી રોબોટિક ગેલેરી અને મિસ્ટ ફોરેસ્ટ તથા 15 સ્કલ્પ્ચર ધરાવતાં નેચર પાર્કનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યુઅલ શુભારંભ. ગાંધીનગરથી વરેઠા વચ્ચે મેમુ સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ પણ કર્યો હતો. આ શુભ અવસરે ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભારત સરકારનાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓ અને ભાજપનાં અનેક પદસ્થ નેતાઓ અને અન્ય લોકો પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા.


Share

Related posts

રાજપીપલા: નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : ચાર વિવિધ જગ્યાઓ પર રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!