ગુરુ પૂર્ણિમા નિમિતે ઑન લાઈન આંતરરાષ્ટ્રીય કવિ સંમેલન તારીખ ૫ જુલાઇ ૨૦૨૦ ના ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશમાંથી કવિ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની ગુરુ વાણી પ્રસ્તુત કરી હતી. ઓસ્ટ્રેલિયાથી બિનલ પટેલ, સ્વપન જેસરવા કર ગોવિંદભાઈ પટેલ અમેરિકા, રમેશભાઇ પટેલ આકાશ દિપ કેલિફોર્નિયા ખાતેથી કવિઓ જોડાયા હતા. ભારતમાંથી ઈન્દોર, દિલ્લી, મુંબઈ વિગેરે પ્રદેશ તેમજ ગુજરાત પ્રદેશનાં તમામ જિલ્લાઓમાંથી ગુજરાતી કવિઓ જોડાયા હતા આ તમામ કવિઓનું પ્રમુખ સ્વામી મહારાજ સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેર વર્ષનો ધોરણ ૮ માં આણંદ ખાતે અભ્યાસ કરતો પાવન પુનિત સુથાર અને ૮૪ વર્ષનાં સુધા બેન ધનેશા કેશોદથી જોડાયા હતા અને કવિતા પ્રસ્તુત કરી હતી.
આ કાર્યક્રમ અનુસંધાન આજે તારીખ ૬ જુલાઈ ૨૦૨૦ ના રોજ ૪ વાગ્યે ગુરુકુળ ગાંધી નગરનાં હસ્તે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના અને સદગુરૂની આરતી ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ દ્વારા કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી, રામ સ્વામી એ ગુરુ વંદના રજૂ કરી હતી. સંસ્થા દ્વારા બે મહિનામાં કુલ ૨૪ કવિ સંમેલન, સન્માન સમારોહ અને પુસ્તક વિમોચનનાં યોજાયા છે પરંતુ આ કાર્યક્રમ તો તમામ કાર્યક્રમથી અનોખો આનંદી રહ્યો. સંસ્થાનાં કાર્યક્રમમાં જોડાવા માટે કવિ લેખકની ઉત્કઠા બહુ જ છે અન્ય સંસ્થા કરતા ખૂબ સરસ આયોજનને કારણે લોકોને જોડાવું ખૂબ ગમે છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂજનીય શ્રી રામ સ્વામી ગુરુકુળ ગાંધી નગર દ્વારા કરવામાં આવ્યું કવિઓને સમ્માનિત કરવામાં આવ્યા. આભાર વિધિ શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ ગાંધીનગર દ્વારા કરવામાં આવી.
ડૉ ગુલાબચંદ પટેલ