મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા તારીખ ૨૫ મે ૨૦૨૦ નાં રોજ લોકગીત ગાવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૩૦ જેટલા ગુજરાતી કવિઓ એ લોકગીતની મધુર પ્રસ્તુતિ કરી હતી, આ કવિઓને સમ્માનિત કરવા તારીખ ૨૭ મે ૨૦૨૦ ના રોજ સાંજે પાંચ વાગ્યે સન્માન સમારંભ ઑન લાઈન યોજવામાં આવ્યો હતો, આ સન્માન સમારંભનું ઉદ્ઘાટન આદરણીય શ્રી રાધેશ્યામ યાદવ ઇન્ડીયન લાયન્સ ગાંધી નગરનાં પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, તેઓ સામાજિક કાર્યકર છે, આ કાર્યક્રમમાં તેઓ દ્વારા દશ કવિઓને “મણિરાજ બારોટ લોકગીત સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા છે, આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે પ્રસિદ્ધ યુવા ગુજરાતી ગાયક કલાકાર રાજલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ પણ દશ કવિઓને સમ્માનિત તેમના પિતાના નામથી આપવામાં આવેલ” મણિરાજ બારોટ લોકગીત સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.તેઓના પિતા ગુજરાતી લોક ગીતકાર અને ગુજરાતી ચલ ચિત્રોના કલાકાર હતા. તેઓ હયાત નથી પણ રાજલ બારોટ દ્વારા પોતાની કારકિર્દી હિંમત હાર્યા વિના બનાવી છે. એક સારા ગાયક કલાકાર તરીકે જાણીતા બન્યા છે. તેઓ એ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા પણ દશ કવિઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા બંને મહાનુભાવોનું શબ્દો રૂપી ફૂલ માળા અર્પણ કરી સ્વાગત કર્યું હતું, કાર્યક્રમની શરૂઆત ચેતના બેન” ચેતું” મુંબઈ દ્વારા સરસ્વતી વંદના કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન સચિવ શ્રી રમેશભાઈ મૂલવાણી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની આભાર વિધિ શ્રી કે આઈ પટેલ એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી.
ડૉ ગુલાબચંદ પટેલ