Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓન લાઈન ગુજરાતી કવિ સંમેલનનું ઉદ્ઘાટન કલાકાર જનક ઠક્કર દ્વારા કરવામાં આવ્યું.

Share

મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા આયોજિત ઑન લાઈન ગુજરાતી કવિ સંમેલન ગીતનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ ટીવી સીરિયલ સૂરીનાં મુખ્ય કલાકાર શ્રી જનક ઠક્કર દ્વારા તારીખ ૨૬ મે ૨૦૨૦ ના રોજ બપોરે બે વાગ્યે કરવામાં આવ્યું. જનકભાઈ એ સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલની લોક ડાઉનમાં કરવામાં આવતી ઉમદા કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા તેમનું શબ્દો રૂપી ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરસ્વતી વંદના શ્રીમતી વિમલા બેન પટેલ દ્વારા કરવામાં આવી હતી, સંચાલન સચિવ શ્રી રમેશભાઈ મૂળ વાણી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કુલ મળીને ૩૦ જેટલા કવિઓએ ભાગ લીધો હતો અને પોતાની ગીત કવિતા પ્રસ્તુત કરી હતી. સંસ્થાના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા વસંત ઋતુનું સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સચિવ શ્રી રમેશભાઈ મૂળ વાણી અને એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા પોતાની કવિતા રજૂ કરી હતી. આભાર અંતમાં સંસ્થાનાં ખચાનચી શ્રી કે આઈ પટેલ એડવોકેટ દ્વારા માનવામાં આવ્યો હતો. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા જન મન રાષ્ટ્ર ગીત રજૂ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

ડૉ ગુલાબચંદ પટેલ

Advertisement

Share

Related posts

રોટરી ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે સંધ્યા મિશ્રાએ શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

POG.COM ના અહેવાલની અસર. શહેરાના પ્રાન્ત અધિકારીએ  સીમલેટના ગ્રામજનોની મુલાકાત લઈ માહિતી મેળવી

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની પીંગોટ ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવાની ડે.સરપંચ અને ચાર સભ્યોની માંગ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!