મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં પ્રમુખ શ્રી ડૉ. ગુલાબચંદ પટેલ કવિ લેખક અને અનુવાદક દ્વારા તારીખ ૧ મે ૨૦૨૦ ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે ઑન લાઈન ગુજરાતી કવિ સંમેલન મહાત્મા ગાંધીજીનાં જીવન પર આધારિત કવિતાઓ દ્વારા આયોજિત કર્યું હતું. જેમાં દિલ્લી, મુંબઈ, બેંગલોર, વારાણસી, ઈન્દોર તેમજ ગુજરાત પ્રદેશનાં તમામ જિલ્લાઓમાંથી કવિઓ જોડાયા હતા. આ તમામ કવિઓની રચનાઓ સંકલન કરી ઇ બુક સ્વરૂપે પુસ્તક ઑન લાઈન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું વિમોચન શ્રી ભાગ્યેશ જહા સાહેબના હસ્તે સાંજે ૪:૩૦ વાગ્યે તારીખ ૧૨ મે ૨૦૨૦ ના રોજ ઑન લાઈન આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.એ આર ભરડા સાહેબ નિવૃત પ્રિન્સિપાલ રામબા બી.ઍડ કોલેજનાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢના શ્રી નૈષધ મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર સાથે જોડાયેલા છે.આ કાર્યક્રમનું સંચાલન ઉપાધ્યક્ષ શ્રી રમેશ ભાઈ મૂલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સરસ્વતી વંદના ડૉ ભાવના સાવલિયા રાજકોટ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતમાં સંસ્થાના સચિવ શ્રી ડૉ.સુરેશ વી દેસાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પુસ્તક અમેઝોન પરથી ઑન લાઈન રૂપિયા ૫૦ ની કીમતમાં ઉપલબ્ધ થશે.
ડૉ ગુલાબચંદ પટેલ
ગાંધી કાવ્ય કુંજ “ઇ બુકનું વિમોચન શ્રી ભાગ્યેશ જહા સાહેબનાં હસ્તે કરવામાં આવ્યું.
Advertisement