મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરનાં શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ગુજરાતનાં સ્થાપના દિવસે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીનાં જીવન પર આધારિત કવિ સંમેલન તારીખ ૧ મે ૨૦૨૦ ના રોજ ઑનલાઈન આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા કવિઓએ પૂરા ભારત દેશમાંથી બેંગલોર, મુંબઈ, દિલ્હી, નાસિક, વારાણસી અને ગુજરાતનાં તમામ જિલ્લાઓમાંથી કવિઓએ ભાગ લીધો હતો અને જે રચનાઓ રજૂ કરી હતી તેનું સંકલન કરી પુસ્તક પ્રકાશિત કરવામાં આવે તેવી સૌની લાગણી હતી. તેથી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ સંપાદક અને ડૉ ભાવના સાવલિયા રાજકોટ દ્વારા સંપાદન કરી આ પુસ્તક પ્રકાશક શ્રી સાહિત્ય દર્શન દ્વારા ઇ બુક સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેની કિંમત રૂપિયા પચાસ રાખવામાં આવી છે. આ પુસ્તક એમેઝોન પર ઑનલાઈન ઉપલબ્ધ થઈ શકશે.
ડૉ ગુલાબચંદ પટેલને ગુજરાતી સાહિત્ય સભાના પ્રમુખ શ્રી સંજય થોરાત, શ્રી નટવર ભાઈ હેડાઉ પ્રમુખ શ્રી સાહિત્ય સંગમ, સંસદ સભ્ય શ્રી ડૉ કિરીટ ભાઈ સોલંકી, ગાંધી નગર સમાચાર પત્રના તંત્રી શ્રી કૃષ્ણ કાંત ઝા સાહેબ અને ડેપ્યૂટી મૅયર શ્રી નાજાભાઈ ઘાંઘર ગાંધી નગર મહાનગર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.
ડૉ ગુલાબચંદ પટેલ
“ગાંધી કાવ્ય કુંજ “ગુજરાતીમાં પ્રથમ ઓનલાઇન પુસ્તક પ્રકાશિત.
Advertisement
1 comment
આપ ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ની પુસ્તક પ્રકાશન ની ખબર છાપી પરંતુ પુસ્તકનો પણ ફોટો ન મૂક્યો કેવું લાગે, ખબર શું પડે કેવું પુસ્તક પબ્લિશ થયું