મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરના અધ્યક્ષ ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા તારીખ ૯ મે ૨૦૨૦ ના રોજ ઑન લાઈન કવિ સંમેલન ગુજરાતી સાહિત્યમાં યોજવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન ગાંધી નગર સમાચારના તંત્રી શ્રી કૃષ્ણ કાંત ઝા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં જોડાયેલ કવિઓનું સન્માનનિય સંસદ સભ્ય શ્રી. ડૉ કિરીટ ભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારતવર્ષમાંથી સંમેલનમાં ભાગ લઈ પોતાની ઉમદા કવિતા પ્રસ્તુત કરનાર કુલ ૮૧ કવિઓને સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું સંચાલન સચિવ શ્રી રમેશ ભાઈ મૂલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ કિરીટ ભાઈ સોલંકી સાહેબનું સ્વાગત ઉપાધ્યક્ષ પ્રા.ગોરખનાથ અને એડવોકેટ કાંતિ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ કિરીટ ભાઈ સોલંકી સાહેબ દ્વારા લોક ડાઉનમાં કરવામાં આવેલ આ ઉમદા કામગીરીને બિરદાવી સંસ્થાના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
1.ડૉ કિરીટ ભાઈ સોલંકી સાહેબનું સન્માન પત્ર
2.રમેશ ભાઈ મૂલ વાણી સચિવ
3.પ્રમુખ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરના શ્રી ડૉ ગુલાબચંદ પટેલ
4.પ્રા ગોરખ નાથ ઉપાધ્યક્ષ
ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ૮૧ કવિઓનું ઑનલાઈન સન્માન કરવામાં આવ્યું.
Advertisement