મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરનાં પ્રમુખ શ્રી ડૉ. ગુલાબચંદ પટેલ કવિ લેખક અને અનુવાદક દ્વારા આજે તારીખ ૯ નાં રોજ બપોરે બે વાગ્યે ઓનલાઇન ગુજરાતી કવિ સંમેલન આ લોક ડાઉનમાં પણ આયોજિત કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલન શ્રી કૃષ્ણ કાંત ઝા સાહેબ તંત્રી ગાંધીનગર, પ્રમુખ શ્રી કલ્ચર ફોરમ દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું, મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી સાહિત્ય સભા ગાંધી નગરનાં પ્રમુખ શ્રી સંજય થોરાત ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ સંસ્થાએ આખા દેશનાં કવિઓને જોડી સાહિત્યની સુવાસ ફેલાવી છે. આયોજિત કરી એક નવો માર્ગ ચીંધ્યો છે. આ કાર્યક્રમમાં બેંગલોર, મુંબઈ, દિલ્હી, નાસિક, વારાણસી અને ગુજરાતનાં તમામ જિલ્લાઓમાંથી ૮૧ કવિ લિસ્ટમાં નોંધાયેલ હતા તે પૈકી ૮૦ કવિઓએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી છે. તેઓને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખૂબ ગમ્યું છે અને હાર્દિક અભિનંદન આપ્યા છે. ગુજરાત સ્થાપના દિવસ ૧ મે ૨૦૨૦ નાં રોજ આયોજિત ગાંધીજીનાં જીવન પર આધારિત કવિ સંમેલનમાં જોડાયેલ કવિઓની લાગણીને ધ્યાને લઈ સંસ્થા દ્વારા ઇ બુક પબ્લિશ કરવાનું આયોજન કર્યું છે. ગાંધીજી માટે આ પ્રકારનો કાર્યક્રમ વિશ્વમાં પ્રથમવાર યોજાયો અને સફળતા મળી છે. સૌ કવિ મિત્રો, મહેમાન શ્રી કૃષ્ણ કાંત ઝા સાહેબ અને શ્રી સંજય ભાઈ થોરાતનો, તથા સંચાલક શ્રી રમેશ ભાઈ મૂલવાણી સચિવ અને ઉપાધ્યક્ષ શ્રી પ્રા. ગોરખનાથ મહારાષ્ટ્રનો પ્રમુખ શ્રી ડૉ. ગુલાબચંદ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.
ડૉ ગુલાબચંદ પટેલ
મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Advertisement
1 comment
Very nice activity
I like it