Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સ્થાપના દિવસે મહાત્મા ગાંધી પર ઓન લાઈન કવિ સંમેલન યોજાયું.

Share

ગુજરાતનાં સ્થાપના દિવસ ૧ મે ૨૦૨૦ નાં રોજ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત કવિ સંમેલન ગુજરાતી ભાષામાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ કવિ લેખક અને અનુવાદક હિન્દી ગુજરાતી સાહિત્યકાર દ્વારા ઓન લાઇન પર આયોજિત કરવામાં આવ્યું હતું,

જેમાં ભારત દેશમાંથી જેવા કે બેંગલોર, મુંબઈ, દિલ્લી, મહારાષ્ટ્ર અને વારાણસી તેમજ ઉત્તર પ્રદેશનાં કવિ લેખક તથા ગુજરાતનાં લગભગ તમામ જિલ્લાઓમાંથી કવિ લેખક ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રકારનું ઓન લાઇન ગુજરાતી કવિ સંમેલન વિશ્વમાં પ્રથમ વખત યોજાયું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રજા પ્રેમી ડેપ્યૂટી મૅયર શ્રી નાજા ભાઈ ઘાંઘર ગાંધી નગર દ્વારા કરવામાં આવ્યું. આ સભાનાં અધ્યક્ષ સ્થાને શ્રી નટવર હેડાઉ વન વિહારી, પ્રમુખ સાહિત્ય સંગમ સંસ્થા ગાંધી નગર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નેપાલથી ગાંધી પીસ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ નેટ પ્રોબ્લેમને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા, ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા સરસ્વતી વંદના અને ભાવના બેન સાવલિયા રાજકોટ દ્વારા ‘વૈષ્ણવ જન તો તેને રે કહી એ’ નરસિંહ મહેતાનું ભજન ગાંધીજીને ખૂબ પ્રિય હતું તે રજૂ કરવામાં આવ્યું હતું. ગાંધી સાહિત્ય સેવા સંસ્થાની રચના તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૦ નાં રોજ સામાજિક કાર્યકર, વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર શ્રી ઇંડિયન લાયન્સ ગાંધીનગર તથા ભૂતપૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ અને સાહિત્યકાર શ્રી ડૉ. ગુલાબચંદ પટેલ દ્વારા કરવામાં આવેલ છે,

દશ દિવસમાં સાહિત્યનો હિન્દી કવિતાઓ માટેનું ગુજરાતમાં પ્રથમ કવિ સંમેલન યોજ્યું હતું, ડૉ. ગુલાબચંદ પટેલને સાહિત્ય માટે ૯૦ જેટલા અને સામાજિક કાર્યકર તરીકે ૩૫ થી વધુ સમ્માન તેમજ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
કવિ સંમેલન માં જોડાયેલ કવિ ઓની યાદી :
૧. ભાવના બેન સાવલિયા – રાજકોટ ‘બાપુ’
૨. ડૉ ગુલાબચંદ પટેલ ‘અહિંસા ગાંધી નગર
૩. સુમંત ભાઈ શાહ – સુતર ને તન્તણે – ગાંધી નગર
૪ . કાંતિલાલ પટેલ એડવોકેટ – જગ માગ રોશની-ગાંધીનગર
૫. મહેન્દ્ર ભાઈ ચૌહાણ મહાત્માગાંધી – ગાંધીનગર
૬. ગૌત્તમ પરમાર – કેમ કરી ભુલાય-ગાંધીનગર
૭. આઈ. સી. ડાભી – ગાંધીનું ગુજરાત-ડીસા
૮. મનીષા જોબન દેસાઈ – સુરત – ગાંધીજી
૯. જાદવ નરેશ ‘કવિ જાન’ આવો ગાંધી બાપુ
૧૦. માન્સીંગ પારઘી ‘, માન’ મહાત્મા ગાંધી
૧૧. મણિલાલ શ્રીમાળી ‘મિલન’ ગાંધી માર્ગે
૧૨. રમેશ ભાઈ મૂલ વાણી – ગાંધી બાપુ
૧૩. દિનેશ ભાઈ પરમાર પાલનપુર – ગાંધી કહેવાયા
૧૪. ડૉ ઉર્મિલા પીરવાલ બેંગલોર – બાપુ તમે યાદ આવ્યાં
૧૫. નૈષધ મકવાણા જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ – ગઝલ – ગાંધી જીવે છે
૧૬. જે. બી. પટેલ – અમદાવાદ ગાંધીજી નું ગુજરાત
૧૭. દિપક પંડયા આચાર્ય સમર્પણ આર્ટ્સ કોલેજ ગાંધી નગર – એની આર પારનું વિશ્વ
18. સુરેશ ભાઈ નાગલા – અમરેલી – પોરબંદર ને આંગણે
૧૯. પ્રવિણ જાદવ – સાદાઈ નો અવતાર
૨૦. કવિતા ભટાંસન – રાજકોટ – મારો ગાંધી
૨૧. વિનિત શર્મા – ગઝલ
૨૨. ડૉ નેહા ઇલાહાબાદી દિલ્લી – મારું મન ગુજરાત
૨૩. ડૉ દત્તાત્રેય દશરથ પટેલ – મહારાષ્ટ્ર – નામની આંધી
૨૪. બાબુભાઈ નાયક – અડાલજ – બાપુ ની ખોટ
૨૫. ડૉ નીમી ચાંદખેડા – જીવનનું સત્ય
૨૬. ડૉ ભરત જાદવ ‘નીરપેક્ષ’ -, દાહોદ, મળે જો ગાંધી આજે તો
૨૭. સિડા ભાઈ પોરબંદર – બાપુ વિશે
૨૮. જગ્રુતી ચૌહાણ ‘પરી’ ગાંધીજી ઊવાંચ
૨૯. પેથાણી હંસરાજ – ગાંધી બાપુ
૩૦. ધાર્મિક પરમાર ‘ ધરમદ’ બાળગીત
૩૧. પરેશ એન પટેલ ‘પર’ દાહોદ – ગાંધીના વિચારે
૩૨. અલ્પા વસા મુંબઈ – ગાંધી એક ગાંધી
૩૩. ચેતના ગણાત્રા ‘ચેતું’ મુંબઈ – ગાંધીજી. ૩૪. ડૉ મહાદેવ પ્રજાપતિ – દૈવ ‘બાપુ
જેવું તાપણું
૩૫. પ્રો ડૉ. દિવાકર દિનેશ’ ગૌડ ‘ગોધરા – કરુણા સ્વરુપ બાપુ
૩૬. શિલ્પા શેઠ’ શિલ્પા ‘મુંબઈ – મહાત્મા ગાંધી બાપુ
૩૭. મુળજી ભાઈ’ દધી ‘દાંડી બની દીવા દાંડી
૩૮. ડૉ સુરેશ ભાઈ વી. દેસાઈ – થરા – યાદ ગાંધી ની આવશે
૩૯. ડૉ છાયા મૂલ વાણી
૪૦. ભરત પાટલિયા – જામનગર
૪૧. કૌશિકા રાવલ મોરબી
૪૨. પિન્ટુ સિંગ રાખીયા પોરબંદર
૪૩. મુલાન્કી કવિ – ગાંધી નગર
૪૪. ડૉ રાજેશ મૂલ વાણી
૪૫. માયા ઘર માણી બી. ગુજરાત બાપુનું
૪૬. રમણ લાલ શ્રીમાળી – ગાંધી નગર – હ્રદયમાં રામ વસે છે
૪૭. બ્રિજેન્દ્ર શૈલેષ દ્વિવેદી – વારાણસી – જય શ્રી કૃષ્ણ
૪૮. નટવર હેડાઉ -ફોટો લટકે છે સત્યનો
૪૯. ધાપા સચદેવ નીચડી
૫૦. ડૉ જયંતિલાલ બારીશ – ડાંગ – સત્ય તણો છે જય જય કાર

ડૉ ગુલાબચંદ પટેલ.
કવિ લેખક અને અનુવાદક હિન્દી ગુજરાતી

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત સિનિયર સિટીજનો માટે વિવિધ સાત જેટલી રમત સ્પર્ધા યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સુરસુરીયા જેવું રાજકીય રોકેટ ફોડ્યું કે ફાટ્યું..?? :- ચર્ચાનો ગરમ મુદ્દો.

ProudOfGujarat

5 પર 100 પાર, ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો,પાંચ બેઠક સામે દાવેદારો જોઇ ચોંકી જશો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!