Proud of Gujarat
GujaratFeaturedINDIA

33 સિંહના બ્લડ ટેસ્ટ નેગેટિવ આવ્યા, લાળના રિપોર્ટ બાદ ભયમુક્ત જાહેર કરાશે

Share

 
ગાંધીનગર: ગીરના જંગલમાં દલખાણીયા રેંજના સરસીયા વિસ્તારના એક જુથના 26 પૈકી 23 સિંહના મોત થયા છે, જયારે ત્રણ હજુ પણ ગંભીર હોવાથી તેને બચાવવા પડકાર છે. સીમરડી અને પાણીયા વિસ્તારના 33 સિંહના બ્લડ સેમ્પલ અને લાળના સેમ્પલ લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલ્યા હતા. આ ચેકીંગ દરમિયાન 33 સિંહના બ્લડ સેમ્પલ નેગેટીવ આવ્યા હોવાનું વન વિભાગના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.
33 સિંહના બ્લડ ટેસ્ટ નેગેટિવ, લાળના રિપોર્ટ બાદ ભયમુક્ત જાહેર કરાશે

તેમણે કહ્યું હતું કે, મોંઢા, નાક અને આંખની લાળના સેમ્પલ આવ્યા પછી 33 સિંહ ભયમુકત છે કે નહીં તે કહીં શકાય. સરસીયાના 26 પૈકી 23 સિંહ મૃત્યુ પામ્યા તે પૈકી 10 સિંહ ઇતરડી અને ચાર સિંહને કેનાઇલ ડીસ્ટેમ્પર અને 9 પૈકી છ સિંહ ઇનફાઇટથી પરંતુ ત્રણ સિંહ કઇ રીતે મોતને ભેટયા તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

Advertisement


સીકરણ: તમામ સિંહનું નહીં પરંતુ નબળા જણાતા સિંહને રસી અપાશે
3.65 લાખની 300 વેકસીન બોટલ આજે ગીરમાં પહોંચશે
અમેરિકાથી મંગાવેલી કેનાઇલ ડીસ્ટેમ્પરની 300 બોટલની કિંમત રૂ. 3.65 લાખ થાય છે એટલે એક બોટલની કિંમત રૂ. 1200 આસપાસ થાય છે. બોટલ બપોરે મુંબઇ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી તેને પ્લેન મારફતે રાજકોટ અને પછી ત્યાંથી વાહન માર્ગે જૂનાગઢ લઇ જવાશે. તમામ સિંહને નહીં, પરંતુ જરૂર જણાય તેટલા સિંહને રસીકરણ કરાશે.

ખાંભાના મોટા બારમણમાં સિંહ ગુમ

મોટા બારમણનો સળવા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી અહીં એક 2 સિંહોની જોડી રહે છે. બંને સિંહો કાયમી સાથે જ રહે છે અને શિકાર પણ સાથે જ કરે છે. બે દિવસથી એક સિંહ લાપતા થયો હોય ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરી છે.સૌજન્ય


Share

Related posts

ભરૂચ : પાલેજના ગ્રીન ગોલ્ડન બંગ્લોઝમાં થયેલ ચોરીનો ભેદ પાલેજ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો, બે ની ધરપકડ.

ProudOfGujarat

કોરોનાનું સંક્રમણ વધતાં માંગરોળ મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાઇ.

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!