સૌજન્ય-ગાંધીનગર: 23 ઓગસ્ટ બાદ નરેન્દ્ર મોદી એક મહિનાથી વધુ સમય બાદ ગુજરાતની મુલાકાતે ફરી આવી રહ્યા છે. આ વખતે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને મોદી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફુંકશે. મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર એમ 3 જિલ્લામાં લોકસભાના આગોતરા પ્રચાર કાર્યોનો આ ભાગ હોઈ શકે છે. ગુજરાતમાંથી છવ્વીસે છવ્વીસ બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા અત્યારથી જ પ્રચાર કાર્યો આરંભી દેવાયા છે.
23 ઓગસ્ટે ગુજરાતમાં ક્યાં ગયા હતાં મોદી?
23મી ઓગસ્ટે એક દિવસીય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતરીને સીધા હેલિકોપ્ટર મારફત વલસાડ ગયા હતા. જ્યાં તેમણે ગ્રામીણ આવાસયોજનાનું લોકાર્પણ કરીને વિવિધ જગ્યાના મહિલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્રવાસના અંતે ગાંધીનગર એફએસએલના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.
વડાપ્રધાનનો આણંદનો કાર્યક્રમ
11.05 PMનું હેલિકોપ્ટર મોગર ખાતે ઉતરશે
11.10 હેલિપેડથી મોટરકાર મારફતે PM પ્લાન્ટમાં જશે
11.15 નરેન્દ્વ મોદી ચોકલેટ પ્લાન્ટનું ઉદ્વઘાટન કરશે
11.20 વડાપ્રધાનનું સ્વાગત અને જાહેરસભા શરૂ થશે
12.50 કાર્યક્રમ પૂરા થતાં હેલિપેડ તરફ રવાના
01.00 આણંદથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે
મોદી ભુજ ઉતરી ચોપરથી સભા સ્થળે પહોંચશે
બપોરે 2 વાગ્યાના અરસામાં મોદી વિમાનમાર્ગે ભુજ આવશે
ભુજથી ચોપર મારફત અંજારના સતાપર ગામ પાસેના સભા સ્થળે પહોંચશે
મુન્દ્રાના 5 એમએમટીપીએ એલએન્ડજી ટર્મીનલ પાલનપુર-પાલી,બાડમેરના ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ રાષ્ટ્રને સમર્પિત કરશે
ગેટકોના 66 કે.વી. ડીસી-પ સબ સ્ટેશન ગાંધીધામ, 66 કે.વી.બંદરા નાના સબ સ્ટેશન, 66 કે.વી.ખારોઇ સબ સ્ટેશન, ભચાઉ તથા નવી ગેટકો વર્તુળ કચેરી, તા. અંજારની લોકાર્પણવિધિ તેમજ 66 કે.વી.રાતાતળાવ(સાપેડા) સબ-સ્ટેશન, અંજારની ભૂમિપૂજનવિધિ
4 વાગ્યે રાજકોટ જવા રવાના થશે
વડાપ્રધાનનો સંભવિત કાર્યક્રમ
5:05 સાંજે રાજકોટ એરપોર્ટ પર આગમન
5:15 સાંજે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં આગમન
5:15 થી 6:15 સાંજે – ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન, જેમાં આઇ-વે પ્રોજેક્ટ ફેઝ 2 અને પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ.
6:20 સાંજે આલ્ફ્રેડ હાઇસ્કૂલ પહોંચશે.
6:30 થી 7 વાગ્યા સુધી આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે 26 કરોડનાં ખર્ચે તૈયાર કરેલું ગાંધી મ્યુઝિયમ નિહાળશે
7:20 સાંજે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના.