સૌજન્ય/DB/ગાંધીનગરમાં પોલીસ ભવન સ્થિતી ઇન્ટેલીજન્ટ બ્યુરોની ઓફિસમાં ફરજ બજાવતા અને ગાંધીનગરનાં રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઇ અનિલ જોધભાઇ પરમાર મંગળવારે સવારે 10.30 વાગ્યે નોકરી પર જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થઇ જતા પરીવારજનો ચિંતામાં મુકાયા હતા. પરંતુ શોધખોળ છતા પત્તો ન લાગતા તથા ફોન પણ બંધ આવતા અનિલભાઇનાં મોટાભાઇ રાજેશભાઇ દ્વારા ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં અનિલભાઇ ગુમ થયાની જાણવા જોગ ફરીયાદ કરવામાં આવી છે. જયારે પરીવારજનોને બે પાનાની અનિલભાઇ સહિ સાથેની ચીઠ્ઠી મળી આવી છે.
SP હરિકૃષ્ણ પટેલ અને અાર.જે સવાણી, જૂલી કોઠિયા, નિતા દેસાઈથી ત્રસ્ત IBનો PSI અનિલ ચિઠ્ઠી લખી લાપતા, ભત્રીજાને સંબોધીને લખ્યું
અા ચિઠ્ઠીમાં અાબીના ઉચ્ચ અધિકારીઅો અને કેટલાક કર્મચારીઅો સામે સ્ફોટક અાક્ષેપો છે. જો કે પોલીસ પાસે આ ચીઠ્ઠી છે કે કેમ તે અંગે પોલીસ કશુ બોલવા તૈયાર નથી. તપાસ અધિકારી એસ બી પઢેરીયાએ ફોન બંધ કરી દીધો હતો. જયારે ગાંધીનગર ઇન્ચાર્જ એસપી બલોલીયાએ જણાવ્યુ હતુ કે કાલે કાગળો જોઇને કહીશુ. જેમાં નીચે પ્રમાણેનું લખાણ જોવા મળે છે. જો કે તે અનિલનાં જ અક્ષર છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
અનિલનો પત્ર અક્ષરશઃ
‘હું આ ખાતામાં આવ્યો ત્યારથી જોવ છું જેના ગોડ ફાધર હોય છે તે લોકો ગમે તે કરે તેને કાંઇ જ નહી અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકડનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાનો ન્યાય. ઉપરી અધિકારીઓ તેમને આપેલી સતાનો દુર ઉપયોગ કરે છે અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમ કે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિકૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી. મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો અમારા એસીઆઇ નિતાબેન દેસાઇ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી કેમકે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચમેટ અને મિત્ર છે. ઓફિસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરૂ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો. જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફિસ ટાઇમથી ત્રણ મિનીટ વહેલા નિકળી ગયા. આશા હું શું કરૂ, આવુ બધુ સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતુ મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું કયાં જાવ.
આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું. મને માફ કરજે ને મારી કાળજીનાં કટકા જેવી દિકરી માહીનું ધ્યાને રાખજે. હું મારી દિકરીનો પણ ગુનાગાર છું. કેમ કે એવા સમયે તેને છોડી જાઉ છુ કે જયારે મારા હાથની જરૂરી છે. દિકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઇશ તો તુ આ આઘાત સહન નહી કરી શકે. એટલે મે જુનાગઢથી રાજેશભાઇને કામનાં બહાને બોલાવ્યા છે. હું કાંઇ કાયર નથી. પણ આ બધા અધિકારીઓએ એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબુ ગુમાવી બેઠો છું. હું મારી દિકરીનાં સમ ખાઇને કઉં છુ કે મે કયારેય કોઇનું ખોટુ નથી કર્યુ. બાકી ઉપરનાં બધા આક્ષેપો ખોટા અને ઉપજાવી કાઢેલા છે. જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચુ કવ છું.
મારા બધા પરીવારજનો મારા બાબતે દૂ:ખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઇ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કરજે. મારા મોટા ભાઇ ભાભી હું તમારો ગુનેગાર છું. મને માફ કરજો.
રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર જે સવાણી, જુલી કોઠીયા અને નીતા દેસાઇ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવીંદ સોલંકી તથા રામ ઓડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશીષ કરજે.
રાજુ મારી ખાતાકીય તપાસની ફાઇલમાં એક ચીઠ્ઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવુ કરજે. ફરી કવ છું હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો કયાંકને ક્યાક ફસાવતા જ જશે. તો હું શું કરૂ ? હું પણ મારા મિત્ર પીએસઆઇ શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકુ તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહીનું ધ્યાન રાખજે અલવીદા…..
‘તેરી દુનીયા સે હોકર મજબુર ચલા મેં બહોત દૂર બહોત દૂર ચલા’-અનિલ.J