સૌજન્ય-ગાંધીનગર | ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરક્ષણ માટે રીવોલ્વરના લાઇસન્સ અરજી કરનારા લોકોની સંખ્યા વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં 37 જિલ્લા અને શહેરમાંથી 1,21,82 વ્યકિતએ રીવોલ્વરના લાઇસન્સની માગ કરી છે. આ પૈકી 4116 વ્યકિતને મંજૂરી રાજ્યના ગૃહ વિભાગે આપી હોવાનું વિવિધ ધારાસભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નો દરમિયાન બહાર આવ્યું છે.
છેલ્લા પાંચ વર્ષમાં 1,21,82 વ્યક્તિઓએ લાઇસન્સની માગ કરી
ખેતરમાં પાકના રક્ષણ માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 6507 ખેડૂતે એરગનની માગ કરી છે. સૌથી વધારે અરજીઓ રાજકોટમાંથી 1185 અરજી આવી છે. સુરતમાંથી 863 લાયસન્સની માગ કરતા બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે જામનગરમાંથી 733 વ્યકિતએ, ચોથા ક્રમે સુરેન્દ્રનગર જિલ્લો 688 વ્યકિતએ, અમદાવાદ શહેરમાંથી 667 વ્યક્તિએ માગ કરતા પાંચમો ક્રમ છે.
ક્રાઈમમાં અગ્રેસર રાજકોટમાંથી લાઇસન્સ માટે સૌથી વધુ અરજી
સ્વરક્ષણ માટે મુખ્ય પાંચ શહેરમાંથી કેટલી અરજી મંજૂર થઇ
શહેર-જિલ્લાનું નામ કેટલી અરજી થઇ કેટલી મંજૂર
રાજકોટ શહેર 1185 518
સુરત શહેર 863 202
જામનગર 733 280
સુરેન્દ્રનગર 688 90
અમદાવાદ શહેર 667 302
પાક રક્ષણ માટે કયાં જિલ્લામાંથી કેટલી અરજી મંજૂર થઇ
શહેર-જિલ્લાનું નામ કેટલી અરજી થઇ કેટલી મંજૂર
દાહોદ 918 469
બનાસકાંઠા 599 352
સુરેન્દ્રનગર 552 114
પાટણ 489 247
છોટા ઉદેપુર 482 146