ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે રાજય સરકારશ્રી દ્વારા ચિત્રકલા, કાવ્ય લેખન સ્પર્ધા જેવી પ્રવૃતિના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભા ને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે હેતુથી મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ ના ભાગરૂપે તારીખ ૨૭-૦૯-૨૦૧૯ ના રોજ સાર્વજનીક હાઇસ્કુલ કાવીના વિદ્યાર્થીઓ Q.D.C કક્ષાએ રૂનાડ મુકામે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો. જેમાં કાવ્ય લેખન સ્પર્ધામાં માધ્યમિક વિભાગ માં કુ.મેહજબીન ઇલ્યાસ અકોટાવાલા એ દ્વિતિય નંબર પ્રાપ્ત કર્યો છે.તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં વકતૃત્વ સ્પર્ધા માં કુ.શાહીન ઇસ્માઇલ લીલીવાલા એ દ્વિતિય તથા ચિત્ર સ્પર્ધામાં કુ.શાહીન ઇકબાલ મલેક તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે.Q.D.C કક્ષાએ નંબર લાવનાર વિદ્યાર્થીઓ એ કાવી હાઇસ્કુલ નું નામ રોશન કર્યુ છે એન.એમ.પરમાર અને કદીર સાહેબને અભિનંદન વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામરૂપે પ્રોત્સાહિત કર્યા છે.શાળાવતી શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં.
રીપોર્ટર:ફારૂક સૈયદ કાવી.