વાલીઓ માટે કસોટીના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે સંતાન જ્યારે ધોરણ 10 કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપતા હોય ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાની સાથે-સાથે ખરી પરીક્ષા વાલીઓની થાય છે જાણો કેમ?
સીધું કારણ એ છે કે સંતાન પરીક્ષા આપતા હોય ત્યારે સંતાનની બધી જવાબદારી વાલીઓએ ઉપાડવાની હોય છે.વાંચવા માટે જો સંતાન જાગે તો વાલી પણ જાગે તેની સાથે જો મળસ્કે વહેલા ઉઠવાનું હોય તો વાલીઓ પણ જાણે પોતે જ પરીક્ષા આપવાના હોય તે મળસ્કે વહેલા ઉઠી જાય.ભરૂચ જિલ્લાના હજારો વાલીઓની આ જ પરિસ્થિતિ છે તે સાથે સંતાનની ખાવા પીવા માટે શું આપવું? શું ન આપવું? કે જેથી તેની તબિયત પરીક્ષાના દિવસોમાં પણ જળવાઈ રહે.ભરૂચ જીલ્લાના 90% વાલીઓ એવા છે કે જેના સંતાનો બોર્ડની પરીક્ષા આપવાના હોવાના પગલે વાલીઓ પણ ટેલિવિઝન પર સીરીયલો જોતા નથી. વાલી સીરીયલ જોતા હોય તો સંતાનને સીરિયલ જોવાનું મન થાય તેથી વાલીઓએ સીરીયલ જોવાનો શોખ પણ છોડી દેવો પડે છે. આ ઉપરાંત નાણાકીય ખર્ચ તો ખરો જ.વિદ્યાર્થી પરીક્ષા માટે કોઈપણ ચીજવસ્તુ માંગે તો તે માટે ના પાડવી નહિ તેવી કડક સુચના માતા દ્વારા વિદ્યાર્થીના પિતાને આપી દેવાઇ છે.આજ સમય વિદ્યાર્થીનો કીમતી સમય છે જો તમે પાંચસો હજાર રૂપિયા માટે કચકચ કરશો તો તેનું જીવન પણ બગડશે અને આપણું જીવન પણ બગડશે આવી હાલત દરેક પરિવારની છે. જો કોઈ માતા-પિતા એમ કહે કે અમારી આવી પરિસ્થિતિ નથી તો તે માત્ર દંભ કહી શકાય.