Proud of Gujarat
FeaturedINDIAinternational

જાણો એવી જગ્યા વિશે કે જ્યાં 6 મહિના સુધી નથી થતાં સૂર્ય નારાયણના દર્શન !

Share

યુરોપના દેશ નોર્વેમાં એક એવું શહેર છે જ્યાં 6 મહીના સુધી સૂર્ય નીકળતો નથી. સૂર્યપ્રકાશની અછતના કારણે આ શહેરના લોકોના શરીરમાં વિટામિન- D ની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જો કે સ્થાનિકોને એક્ઠા થઈને અજવાળા માટે કાઢ્યો છે રસ્તો. દુનિયામાં ખગોળીય ઘટનાઓના અનેક રસપ્રદ ઉદાહરણો આપણને જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં 6 મહીના જેટલા સમય સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. વર્ષના 6 મહીના હોય છે દિવસ અને બાકીના 6 મહીના હોય છે રાત.

નોર્વેના ટેલીમાર્ક વિસ્તારની પાસેના પર્વતોની વચ્ચે રજુકાન નામનું શહેર આવેલું છે. અહીના લોકો 6 મહીના સુધી સૂર્યપ્રકાશ વગર જ રહે છે. અને આજ કારણથી તેમના શરીરમાં વિટામિન -Dની હોય છે અછત. જાણકારીના અનુસાર આ શહેરને નોર્સ્ક હાઇડ્રોમાં કામ કરનારા લોકો માટે બનાવવામાં આવ્યું હતું.
એક રિપોટના અનુસાર આ શહેરના સ્થાપક સૈમ આઈડે વર્ષ 1913માં સૂર્યપ્રકાશ લાવવા માટે સપનું જોયું હતું . જોકે તેમને હયાતીમાં તો આ શક્ય ન થઈ શક્યું. જેના પછી વિકલ્પના રૂપમાં નાગરિકોને ઘાટીથી બહાર અને પર્વતો પર લઈ જવા માટે ક્રોબોબેન બનાવ્યુ હતું .જેથી લોકોને વિટામિન- D મળી શકે.

Advertisement

સૈમ આઈડે લોકોને રસ્તો દેખાડ્યો. તેમના મૃત્યુ પછી સ્થાનિક લોકોએ અને કલાકાર માર્ટિન એન્ડરસને તેમના વિચાર પર મંથન કર્યું. આશરે 100 વર્ષ પછી સત્તાવાર રીતે રજુકાન સન મિરરનો ઉપયોગ કર્યો. સ્થાનિક લોકો જેથી સૂર્યપ્રકાશને લઈ શકે.

અરીસાની મદદથી આશરે 80 ટકા સૂર્યના કિરણોને શહેરની બાજુમાં મોકલી દેવામાં આવ્યા. આ યોજનાને બનાવવા માટે 75 હજાર ડોલરનો ખર્ચો થયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ અરીસાના કારણે લોકોને ઘણી મદદ મળી, સાથે જ પર્યટનને પણ વેગ મળ્યો. જાણકારીના અનુસાર વર્ષ 2015માં નોર્વેને યૂનેસ્કો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળી.


Share

Related posts

માંગરોળના કોસાડી ગામના ઈસમ પાસેથી પોલીસે કબ્જે લીધેલા સમોસામાં ગૌમાંસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું

ProudOfGujarat

ભરૂચ શહેર અને જિલ્લામાં ઇદે મિલાદના પર્વની જુલુસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC સ્થિત લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી આધાર-પુરાવા વગરની શંકાસ્પદ 440 નંગ યુરિયા ખાતરની થેલીઓ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!