Proud of Gujarat
INDIA

પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો

Share

પોરબંદર નગરપાલિકાનું તંત્ર પ્લાસ્ટીકના પ્રતિબંધિત ઝબલા રાખનારા નાના ધંધાર્થીઓને હેરાન કરી રહ્યું છે પરંતુ તેના ઉત્પાદકો અને હોલસેલ વેપારીઓને છાવરી રહ્યું છે તેવા આક્ષેપ સાથે જનતારેડની ચેતવણી આપીને પાલિકાને દસ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે.

પોરબંદરના સામજિક-સેવાકીય ક્ષેત્રે અઢળક પ્રવૃત્તિઓ કરનારા મહિલા આગેવાન લીલુબેન નરેન્દ્રભાઇ ભુતીયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદન પાઠવી પોરબંદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન બંધ કરાવવા તથા તેનું વેચાણ કરનારા મોટા વેપારીઓ સામે પગલા ભરવા અંગે માંગ કરી છે. જેમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા અમુક કારખાનામાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન થઇ રહ્યું છે અને તેનું મોટા વેપારીઓને ત્યાં હોલસેલમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આથી પ્રતિબંધીત પ્લાસ્ટીક ઝબલા થેલી બંધ કરાવી કાગળ અને કાપડની થેલીની અમલવારી કરાવવાં બાબતે અમારી રજૂઆત છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા મુંગા પ્રાણીઓ માનવજીવ અને પર્યાવરણને નુકશાન કરનાર અમુક પ્રકારની પ્લાસ્ટીકની થેલી(ઝબલા)ના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અમલવારી મેગા સીટીમાં થઈ ગઈ છે,પરંતુ પોરબંદર શહેર અને જીલ્લામાં બે રોક્ટોક બહોળી સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ,ઉપયોગ અને ઉત્પાદન થઈ રહ્યું છે.

પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો કરવામાં આવી છે . છતાં પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા ઉત્પાદનકારો અને પ્લાસ્ટીક ના ઝબલાના હોલસેલ વેપારીઓ વિરૂદ્ધ કોઈ નક્કર પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી અને જીઆઈડીસીમાં પ્લાસ્ટીક ઉત્પાક્કો કારખાનેશ્વરો અને પ્લાસ્ટીક વેચનાર મોટાં વેપારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. નાના ફળફૂલ, શાકભાજીના વેપારીઓ સહિત નાના ધંધાર્થીઓને આપના નગરપાલીકાના તંત્ર દ્વારા દંડ કરીને હેરાન કરવામાં આવે છે. પરંતુ પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન કરતા કારખાના અને ત્યાંથી હોલસેલમાં વેચાણ કરતા વેપારીઓ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી અથવા નોટીસ અપાતી નથી તેવું અમારા ધ્યાને આવ્યું છે.


Share

Related posts

શ્રીજી મહોત્સવની ઉજવણી સાદાઈથી થતાં ભરૂચ જીલ્લામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના 15 ગામના 110 લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા આવાસમાં ગૃહ પ્રવેશ કરાવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!