દેશમાં સમલૈંગિકોની વસ્તી 5 ટકા છે,જો ગુજરાતમાં એટલી થાય તો સમલૈંગિકો ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે:યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ
ભારતમા લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા તમામ રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ કરી દીધી છે.રાજકીય પક્ષોએ લઘુમતી સમુદાય,મહિલાઓ સહિત અન્ય તમામ જાતિના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છ.ત્યારે સમલૈંગિકોને પણ ચૂંટણી લડવાનો અધિકાર છે,એ સમુદાયને પણ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર બનાવે એવી માંગ દેશના પેહલા રોયલ ગે પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે માંગ કરી છે.
યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચૂંટણીની રેસમાં સમલૈંગિકો ઉતરે અને તેઓ ઉમેદવારી કરે.લોકસભામાં એક બે MP સમલૈંગિક હોવા જોઈએ,હું એક જાતે ગે હોવાથી જો મારા સમુદાયના મિત્રો ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવશે તો હું એમને ફૂલ સપોર્ટ કરીશ.અમારા સમુદાયને સપોર્ટ કરે એ પાર્ટીને અમે સપોર્ટ કરીશું.એક સર્વે પ્રમાણે દેશમાં 5 ટકા સમલૈંગિકોની વસ્તી છે એટલે ગુજરાતમાં જો સમલૈંગિકોની એટલી વસ્તી થાય તો ચૂંટણીઓમાં સમલૈંગિકો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મહારાષ્ટ્રમાં એક મહિલાએ ચૂંટણી લડવાનું સ્વીકારી એ ચૂંટણી લડવા તૈયાર થઈ છે.અને એ જીતશે એવી મને આશા છે.ભારતમાં અત્યારે પણ સમલૈંગિકો પ્રત્યે આભડછેડ છે.જેથી સમલૈંગિકો જો સાંસદ હશે તો આભડછેટ નહિ રહે.વસ્તીને આધારે ઉમેદવારો નક્કી ન કરવા જોઈએ દેશમાં પારસીઓની વસ્તી પણ અન્ય ધર્મ કરતા ઓછી છે,અમારા સમુદાયની વસ્તી પણ ઓછી છે અમને પણ ચૂંટણી લડવાનો ચાન્સ મળવો જોઈએ જોકે હું ચૂંટણી નથી લડવાનો.