Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું આગમન, શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી..!

Share

દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થતાં દ્વારકાના હેલીપેડ ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા, જિલ્લા પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, સંદીપસિંહ માણેક, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીને આવકાર્યા હતા. બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ દ્વારકાની મુલાકાત લીધી હતી, જ્યાં શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાનાં નદીસર ગામે લગ્નમાં જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી.

ProudOfGujarat

ભરૂચમાં હવે ગમ્મે ત્યાં કચરો નાંખવા પર ફટકારાશે દંડ, તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

ProudOfGujarat

મેડવે ટેકનોલોજીસના મેડપે કનેક્ટેડ કેર નેટવર્ક દ્વારા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના ગ્રાહકો માટે રજૂ કરે છે કેશલેસ ઓપીડી સર્વિસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!