Proud of Gujarat
FeaturedGujaratINDIA

દ્વારકામાં જગતમંદિર પાસે કાપડની દુકાનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ

Share

એક તરફ બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. બીજી બાજુ જગતમંદિર પાસેની એક કાપડની દુકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઈ છે. આગનો કાબુમાં લેવા માટે ફાયર વિભાગની બે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે.

દ્વારકામાં જગતમંદિર પાસે આવેલી એક ત્રણ માળની કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની બે ટીમો પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી.આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.

Advertisement

એક દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની દુકાનો પણ તેની ચપેટમાં આવી ગઈ હતી. આગને કારણે દુકાનોમાં રહેલો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગને કારણે ત્રણેય દુકાનના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. હાલમાં ફાયર વિભાગે આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.


Share

Related posts

*ભરૂચના નબીપુરની ખાનગી હોટલ માંથી બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે ત્રણની અટકાયત કરતી એલસીબી*

ProudOfGujarat

અંકલેશ્વરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું

ProudOfGujarat

નવસારી ના ચીખલી માં 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ ,ચીખલી પોલીસે ગણતરી ના કલાકો માં હવસખોર ને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!