Proud of Gujarat
FeaturedINDIASport

ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી: રીવાબાનો જોવા મળો અલગ અંદાજ

Share

IPL 2021નું ટાઇટલ ચેન્નાઇ સુપર કિંગ્સએ જીતી લીધુ છે. મહેન્દ્ર સિંહ ધોનીની દમદાર કેપ્ટન્સીએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. નોંધનિય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક સમયે મેચ ફસાઈ ગયો હોય એવું લાગતું હતું જો કે પછી મહેન્દ્ર સિંહ ધોનીના ઘણા નિર્ણયોએ મેચનુ આખુ પાસુ પલટી નાખ્યું. આઈપીએલ ખિતાબ જીત્યા બાદ, એમએસ ધોનીએ તેના પરિવાર સાથે વિજયની ઉજવણી કરી હતી.

મેચ પૂરી થયા બાદ તમામ ખેલાડીઓનો પરિવાર મેદાન પર આવી ગયો હતો, મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા ધોની પણ મેદાન પર આવ્યા હતા. એમએસ ધોનીએ પહેલા તેના પરિવારને ગળે લગાવ્યો અને જીવા સાથે વાત કરી અને જીતની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી.ચેન્નાઈ સુપર કિંગ્સની ઉજવણીમાં એક ખાસ તસવીર જોવા મળી હતી, જ્યારે સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોની, સાક્ષી અને જીવા સાથે તેના પરિવાર સાથે પોઝ આપ્યો હતો. ધોની અને રૈનાની જોડીને ચેન્નાઈ સુપર કિગ્સના ફેન થાલા અને ચિન્ના થાલા કહે છે, બંને ખેલાડીઓ શરૂઆતથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે.
મેચ જીત્યા બાદ IPL એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચેન્નઈના તમામ ખેલાડીઓ સહિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ડાન્સ કરતી જોવા મળે છે. આ સાથે પ્રિયંકા ચૌધરી અને રીવાબા પણ ખુશીથી ઝૂમી ઊઠી હતી. વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

Advertisement

મેચ જીત્યા બાદ IPL એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચેન્નઈના તમામ ખેલાડીઓ સહિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ડાન્સ કરતી જોવા મળે છે. આ સાથે પ્રિયંકા ચૌધરી અને રીવાબા પણ ખુશીથી ઝૂમી ઊઠી હતી. વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે, સાથે સાથે ઘણા ખેલાડીઓની ટીમ હરાજીના કારણે ટીમ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ઘણા ખેલાડીઓએ મહેન્દ્ર સિંહ ધોની સાથે તસવીરો ખેંચાવી હતી. મોઇન અલી પણ પરિવાર સાથે ધોની સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા.


Share

Related posts

ઉર્વશી રૌતેલા એ પૈન ઈન્ડિયા ફિલ્મ, ધ લિજેન્ડના તાજેતરમાં રીલીઝ થયેલા ગીત પર બનાવી રીલ.

ProudOfGujarat

સુરત જિલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ પદે સિમોદરા ગામના દિનેશ સોલંકીની વરણી કરાઇ.

ProudOfGujarat

સુરત : દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!