Proud of Gujarat
GujaratFeaturedINDIA

હવે દમણના દરિયા કિનારે દારુ પીવાવાળાને થશે જેલ દારૂની મહેફિલ માણવા પર લગાવ્યો પ્રતિબંધ છાકટા થતા લોકો માટે ખાસ કાયદો બનાવ્યો : હોટેલ એસોસિએશને આવકાર્યો કલેક્ટરનો આદેશ

Share

હવે દમણના દરિયા કિનારે દારૂ પીશો તો જેલ થઇ શકશે ડિસેમ્બર એન્ડમાં નાતાલ અને ન્યુ યર ઈવ પર છાંટો પાણીના શોખીન માટે દમણ જઈને પાર્ટી કરવાનો પ્લાન કરતા પહેલા ચેતવું જરૂરી છે દમણ એડિમિસ્ટ્રેશને એક નવો આદેશ બહાર પાડીને આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જાહેર સ્થળોએ આગામી 2 મહિના માટે દારુ પીવા પ્રતિબંધ જાહેર કર્યો છે. આ નવા આદેશથી આગામી ફેસ્ટિવલ સીઝનમાં અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા પર મોટી અસર પડશે તેમ પ્રવાસન સાથે જોડાયેલા લોકોને ભય છે. દારુબંધીવાળા ગુજરાતમાં આવેલ દમણ તેના દરિયા કિનારા અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે દારુ છૂટના કારણે છાંટોપાણીના શોખીનો વચ્ચે એક ફેમસ જગ્યા છે. નાના-મોટા વીકેન્ડ્સમાં અહીના દરિયા કિનારે મોટી સંખ્યામાં દારુની મહેફીલ માણવા માટે લોકો ઉમટી પડતા હતી. ગુજરાત જ નહીં મુંબઈથી પણ ઘણા ટુરિસ્ટો કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના દારુના સસ્તા ભાવના કારણે હોટ ડેસ્ટિનેશન છે. જોકે હવે આગામી બે મહિના સુધી દમણમાં આવીને જાહેરમાં દારુ પીવો એક ગુનો બની જશે. દમણના કલેક્ટર સંદીપ કુમાર સિંહ દ્વારા CrPCની કલમ 144 અંતર્ગત આ આદેશ આપવામાં આવ્યો છે. જાહેરમાં દારુ પીને બબાલ કરવી, જાહેર રસ્તા પર દારુની બોટલો ફોડવી અને દારુના નશામાં ગુનાહીત પ્રવૃતીઓને થતી રોકવા માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ‘આ સીઝનમાં મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓમાં કેટલાક દારુ પીને ભાન ભૂલી જાય છે. નશામાં ધુત લોકો દંગલ મચાવતા હોવાના કારણે શહેરમાં રહેતા લોકો પોતાના પરિવારને લઈને બીચની મુલાકાતે જતા પણ ડરે છે. તેથી લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ ઓર્ડર આપવામાં આવ્યો છે.’ ઓર્ડર મુજબ જાહેર સ્થળો જેવા કે, ‘દરિયા કિનારા, પાર્કિંગ પ્લોટ્સ, રસ્તાઓ, શેરીઓ અને ફૂટપાથ બધી જગ્યાએ દારુ પીવો ગુનો બનશે અને તોડનાર સામે IPCના સેક્શન 188 અંતર્ગત સત્તાધિકારીનો આદેશ તોડવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.’ આ અંગે દમણ હોટેલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ટંડેલે કહ્યું કે ‘જાહેરમાં દારુ પીવાથી એક્સિડેન્ટના બનાવ પણ ખૂબ બનતા હોય છે. આ આદેશથી તમામ સ્થિતિ નિયંત્રણમાં રહેશે. તેમજ દરિયા કિનારે લોકો પરિવાર સાથે ફરવા જઈ શકશે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય કર્મીઓનો કાળી પટ્ટી પહેરી સરકાર સામે દેખાવો કર્યો

ProudOfGujarat

ઝઘડિયાના પડવાણીયા ગામે રૂ. ૫૦૦ ની લેવડદેવડના ઝઘડામાં ભાઇએ ભાઇ ભાભીને માર માર્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે બીજાની જમીનમાં દબાણ કરનાર બે ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!