દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર 30 જુલાઈ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા પર ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ કાર્યરત છે. આ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે અને દરિયો પણ તોફાની હોય છે. તેમજ દરિયામાં જોરદાર પ્રવાહના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચ (લાઇટ હાઉસ – સર્વે નં. પ૮ થી શિવરાજપુર બીચના ખાડી-ર પોઇન્ટના છેડા સુધી, ૫ કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાનો વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા સ્વીમીંગ કરવા પર તા.૩૦/૦૭/૨૦૨૨ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ ૧૮૮ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે. દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુલ ફલેગ સર્ટીફિકેટ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ એ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લાશ મેજીસ્ટ્રેટએ તેમને મળેલ સત્તાની રૂએ શિવરાજપુર બિચ પર ૩ કિલોમિટરની ત્રિજયામાં પ્લાકસ્ટીકના ઉપયોગ/વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમપેઇન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધી કરેલ છે. આ જાહેરનામું તા.30/૦૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.