ધોરાજીના પ્રણામી મંદિર ખાતે ચાર લૂંટારૂઓ સાધ્વીને મારી લૂંટ ચલાવી નાસી ગયા જેના આજે તેર દિવસ થયા છતાં પોલીસની તપાસ જૈસે થે
● સાધ્વી ની તબિયત લથડતા જુનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાઇ
● ધોરાજીમાં ધર્મસ્થાનો અસુરક્ષિત રહેતા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપશે
ધોરાજી: ધોરાજીના જમનાવડ રોડ સાંદિપની સ્કુલ પાસે આવેલ પ્રણામી મંદિર ખાતે ગઈ તારીખ ત્રણના મોડી રાત્રીના ચાર અજાણ્યા શકશો બુકાનીધારી પહેરીને મંદિરમાં પ્રવેશી ૭૧ વર્ષ ના સાધ્વી ઉપર હુમલો કરી લૂંટ ચલાવી નાસી ગયાના આજે ૧૩ દિવસ થયા છતાં પોલીસની તપાસ શૂન્ય રહી છે
ઇજાગ્રસ્ત સાધ્વી ની હાલત વધુ ખરાબ થતાં તાત્કાલિક જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે જ્યાં તેઓને સીટી સ્કેન વિગેરે તપાસ હાથ ધરાઇ છે
૭૧ વર્ષ ના ઇજાગ્રસ્ત સાધ્વી ની હાલત જોતાં તેમના પુત્રી સાધ્વી નિર્મલાદેવી એ જણાવેલ કે મારા વડીલ માતુશ્રી ને લૂંટારૂઓએ ખૂબ જ માર માર્યો જે આજે તેર દિવસ થવા છતાં દુખાવો બંધ થતો નથી માથાના ભાગે તેમજ પીઠના ભાગે ખૂબ જ દુખાવો રહેતા અને લૂંટારૂઓનો સતત રહેતા તેઓને રાત્રીના પણ આવતી નથી અને સતત માનસિક વેદના ભોગવી રહ્યા છે જેના કારણે અમોએ તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલ છે જ્યાં તેઓ પણ હજુ એવું દેખાઈ રહ્યું છે તેમજ તેમને ભય રહે છે તો અમારે અમારા નાના બાળકો સાથે આ પ્રણામી મંદિર હવે કેમ પોલીસે પણ જે પ્રકારે તપાસ કરવી જોઈએ તે પ્રકારે તપાસ કરી નથી આજના તેર દિવસ થવા છતાં કોઈ મહત્વની કડી મળેલ નથી તો હવે અમારે શું કરવું કા તો અમારે આ મંદિર છોડી ના નાના બાળકોને સાથે લઈ એ જ કરવાની ફરજ પડે તેવું દેખાઈ રહ્યું છે
આ સમયે ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કાર્તિકભાઈ પારેખ કિશોરભાઈ રાઠોડ નયનભાઈ કુહાડીયા ભરતભાઇ બગડા રાજુભાઈ એરડા લલીતભાઈ વોરા દિલીપભાઈ હોતવાણી ભુપતભાઈ કોયાણી વિગેરે આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે જો પોલીસ આ બાબતે હિંદુ મંદિરોની રક્ષા નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જરૂર પડ્યે ધોરાજી બંધનું એલાન આપવામાં આવશે.