કોરૉનો વાઇરસના સંક્રમણ ના ભયભીત માહોલમાં ચેન્નાઈ ખાતે થી પરત પોતાના વતન ગોધરા માં આવેલ પરીવાર ની જાણ જિલ્લા આરોગ્ય વિભાગ થતાં તાત્કાલીક તપાસ કરી ચેન્નાઈથી આવેલ પરિવાર ના સભ્યો ને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાની સત્તાવાર નામ સરનામા સાથે જાહેર સુચના ની નોટિસ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચોંટાડવાંમાં આવી હતી.
ગોધરાના તીરઘરવાસ ખાતે તા.૨૦ માર્ચ થી ૦૨ એપ્રિલ સુધી ચેન્નાઈથી આવેલ પરિવાર ના સભ્યોની સ્વાસ્થ્ય ભલે સુરક્ષિત હોય પરંતુ ગુજરાતમાં કોરૉનો વાઇરસ ના દિન પ્રતિદિન વધી રહેલા વાઇરસ પીડિત દર્દીઓ અને સંક્રમણને રોકવા માટે હવે આ પરિવારના સભ્યો ને ૧૪ દિવસ સુધી ફરજીયાત હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ૧૪ દિવસ સુધી ઘરની બહાર નીકળવાના પ્રતિબંધ સાથે કોઈની મુલાકાત પણ કરી શકાશે નહીં અને આ સૂચનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથોસાથ કોરૉનો વાઇરસ ના સંક્રમણના આ માહોલમાં સ્થાનિક રહીશો અને સ્વજનો ને આ પ્રવાસીઓથી દૂર રાખવા માટે ૧૪ દિવસ માટે હરવા ફરવાના પ્રતિબંધ સાથે હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાની નોટીસ નામ જોગ ઘરની બહાર ચોંટાડવાંમાં આવી છે.
રાજુ સોલંકી:- પંચમહાલ