Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમીયત ઉલેમા-એ-હિંદની રાષ્ટ્રીય વ્યવસ્થાપક સમિતિનું અધિવેશન દેવબંદમા યોજાશે.

Share

દેશમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં ભારતીય મુસ્લિમ સમાજ ખૂબ જ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. તેના માટે કેટલાક અસરકારક પગલાં ભરવાની તાકીદની જરૂરિયાત ઉભી થઈ છે. આ હેતુસર જમીયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય વ્યવસ્થાપક સમિતિના સભ્યોની બે દિવસીય બેઠક 28-29 (શનિવાર-રવિવાર) ના રોજ દેવબંદ ખાતેના ઈદગાહ મેદાનમાં યોજાશે.

શુક્રવારે જમીયતની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાત જમીયતના મૌલાના અલ્લામા રફીક બરોડવી, મુફતી એહમદ દેવલવી, મૌલાના અબ્દુલ કુદ્દૂસ નદવી, પ્રોફેસર નિશાર એહમદ અન્સારી ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તમામ એજન્ડાઓ પર વિચાર વિમર્શ કર્યા બાદ શનિ-રવિ ના અધિવેશનમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. આ અધિવેશનમાં, દેશમાં વધી રહેલ ઇસ્લામોફોબિયા – નરસંહારના વધતા જતા ખતરાનો સામનો કરવા માટેના પગલાઓ પર વિચાર વિમર્શ, સમાન નાગરિક સંહિતા અને બંધારણીય અધિકારો છીનવી લેવાના પ્રયાસો, લઘુમતીઓના શૈક્ષણિક અને આર્થિક અધિકારો, જ્ઞાાનવાપી મસ્જિદ અને થાર ઈદગાહ સંબંધિત કેસની વિચારણા મુસ્લિમોના ધાર્મિક સ્થળોનાં રક્ષણ પર મંત્રણા. સદભાવના મંચ મજબૂત બનાવવા, ઇસ્લામિક શિક્ષણ ક્ષેત્રમાં ગેરસમજણો અને ધર્મત્યાગી પ્રવૃત્તિઓને દૂર કરવા, ધાર્મિક શિક્ષણ બોર્ડ વિભાગના અહેવાલોની સમીક્ષા, સમાજ સુધારણા મિલ્લત ફંડ, જમિયત ઓપન સ્કૂલ અને જમિયત યુથ ક્લબ. ઈસ્લામના વૈશ્વિક પડકારો પર ચિંતન, દેશ અને રાષ્ટ્રના કલ્યાણ સહિતના એજન્ડાઓ ચર્ચા કરવામાં આવશે.

Advertisement

આ અધિવેશનમાં ભાગ લેવા દેશભરમાંથી જમિઅત ઊલમાએ હિંદના રાષ્ટ્રીય વ્યવસ્થાપક સમિતિના સભ્યો હાજરી આપશે. તેમા હાજરી આપવા ગુજરાત જમીયત માથી રાષ્ટ્રીય વ્યવસ્થાપક સમિતિના સભ્યો હાજરી આપવા દેવબંધ રવાનાં થયા છે.


Share

Related posts

વડોદરા:અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમા દીપડાનું મોત…

ProudOfGujarat

માંગરોળ : કમોસમી વરસાદ વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના તમામ સંસ્થાઓ મંડળો શાળા સંચાલકો ને કોંગ્રેસ દ્વારા બંધ પાડવા અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!