Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અમદાવાદ ગ્રામ્ય SOG એ દેત્રોજ ના આંબલીયા નુ નેરીયું વિસ્તાર પાસેથી રોઝ ના શિકાર કરેલ માંસ અને દેશી બનાવટ ની બંદૂક સાથે 4 શખ્સો ઝડપાયા.

Share

દેશી બનાવટ ની બંદૂક અને રિક્ષા-બાઇક કુલ 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
 
અમદાવાદ ગ્રામ્ય વિરમગામ એસઓજી પોલીસ ને બાતમી મળેલી  કે અમદાવાદ શહેરના ઇસમો અને ડફેર કોમના ઇસમો રિક્ષા અને બાઇક લઇ દેત્રોજ ના આંબલીયા નું નેરીયુ વિસ્તાર મા વન્ય પશુઓનો શિકાર કરી પરત ફરી રહ્યા હતા ત્યારે વિરમગામ ગ્રામ્ય એસઓજી ના જીતુસિંહ,હિતેશસિંહ સહિતની ટીમે તપાસ કરતા એક ઇસમના પેન્ટ ના ખીચા માંથી 150 ગ્રામ નો ગન પાઉડર મળી આવતા વઘુ તપાસ કરતા દેશી બનાવટ ની બંદૂક જેની લંબાઇ 4 ફુટ 8 ઇંચ કિંમત રૂ.5000 ,બે કોથળા મા કુલ 60 કિલો રોઝ નુ માંસ સાથે GJ27 v 3642 જેની કિં.રૂ.80,000 ,પલ્સર બાઈક GJ02 5227, કિં.50,000 કુલ કિંમત રૂ.1,36,550 મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી રિક્ષા ચાલક અકબર અસલમ કુરેશી,રહે.હારૂન ઇસ્માઇલ મોરી ડફેર,રહે.ભોજવા ,વિરમગામ 
સારૂન ઉર્ફે શાહરૂખ અબ્દુલ રસીદ કુરેશી,રહે.વટવા-અમદાવાદ,તેમજ મોટરસાઇકલ સાથે સલીમ દિલાવર ડફેર ,રહે.દેત્રોજ ગેબીટીંબા ઓને વિરમગામ ગ્રામ્ય એસઓજી એ ઝડપી પાડ્યા હતા.
 
:-પીયૂષ ગજ્જર વિરમગામ.

Share

Related posts

ગોધરા એલ.સી.બી એ જીવ સટોસટની કાર્તેજ કરી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

ProudOfGujarat

જંબુસર નગરમાં મુશળધાર વરસાદનાં પગલે બે જર્જરિત મકાનો ધરાશાયી થયા.

ProudOfGujarat

મસૂરીમાં (LBSNAA) ખાતે ૧૨૨ મી ઇન્ડક્શન તાલીમનાં સમાપન સમારોહમાં મહારાષ્ટ્રનાં રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશીયારીના હસ્તે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!