આજે 2જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે દેશના પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત અનેક યોજનાઓનો પણ આજે તેઓ શુભારંભ કરશે. આજે સવારે 11 વાગે પીએમ મોદી ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ સાથે સંવાદ પણ કરશે. મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી છે. આ પછી વડાપ્રધાન મોદી વિજય ઘાટ પહોંચ્યા હતા અને ત્યાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. આજે તેમની 117મી જન્મજયંતિ છે. મોદીએ ટ્વીટ કર્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન દેશની દરેક પેઢીને ફરજના માર્ગ પર ચાલવા માટે તમને પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈને બાપુને જન્મ જયંતી પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ રાજઘાટ જઈ બાપુને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેમણે ટ્વિટ કર્યું, ‘પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે. રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ વિજયઘાટ જઈને પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતી છે.
કોંગ્રેસનાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ રાજઘાટ પર જઈને પૂજ્ય મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.