કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડ઼ૂત સંસદની શરૂઆત થઈ છે. ખેડૂત સંગઠનોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી સંસદમાં ચોમાસુ સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ રોજ અહીં આ રીતે ખેડૂત સંસદ ચલાવશે. નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવો કરવાની પરવાનગી મળી ગઈ છે. આ પરવાનગી 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી છે. દેખાવનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શરતોની સાથે દેખાવોની મજૂરી આપવામાં આવી છે. હાલ ખેડૂૂતોની સાથે રાકેશ ટિકૈત જંતર-મંતર પહોંચ્યા છે.
ભારતીય કિસાન યુનિયન(BKU)ના લીડર રાકેશ ટિકૈત સિંધુ બોર્ડર પહોંચી ચુક્યા છે. અહીંથી 200 ખેડૂતોને જંતર-મંતર લઈ જવામાં આવશે, જ્યાં આ ખેડૂતો સાંસદ લગાવશે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમે મોનસૂન સત્રની કાર્યવાહી પર પણ નજર રાખીશું. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર જગ્યાએ જગ્યાએ દેખાવો કરી રહેલા ખેડૂતો સિંધુ બોર્ડર પર પહોંચી રહ્યાં છે. દિલ્હીમાં જંતર-મંતર અને બોર્ડર પર સિક્યોરટી વધારવામાં આવી છે. પોલીસે ખેડૂતોને એ શરત પર મંજૂરી આપી છે કે તે સાંસદ સુધી કોઈ માર્ચ નહિ કાઢે.
આ વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સુધી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પછી તેમને પ્રથમ વખત દિલ્હીમાં દેખાવો કરવાની છૂટ મળી છે. 26 જાન્યુઆરીની રેલી દરમિયાન દેખાવકારો ઉગ્ર થઈ ગયા હતા અને એમાંના ઘણાએ લાલ કિસ્સામાં ઘૂસીને પોલીસ સાથે મારામારી કરી હતી અને કિલ્લા પર ધાર્મિક ઝંડો પણ ફરકાવ્યો હતો.
દેશના ખેડૂતો નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ગત વર્ષેના ડિસેમ્બરથી દિલ્હીની સીમાઓ પર દેખાવો કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોનાં સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે 10 વખત વાતચીત પણ થઈ ચૂકી છે. જોકે કોઈપણ સમાધાન નીકળી શક્યું નથી. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ પર અડ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે ખેડૂતોની માગ મુજબ કાયદાઓમાં ફેરફાર કરી શકે છે, જોકે કાયદો પરત લેવામાં આવશે નહિ.