Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીમાં 66 મી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સનો ડંકો, ટીમ ઇવેન્ટમાં 2 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા

Share

– 50 મીટર રાઈફલની 5 ટીમ કેટેગરીમાં ભરૂચના ધનવીર રાઠોડ, વડોદરાના નિખિલ તનવાન અને દીપેન સુથારે ગુજરાતનું વધાર્યું ગૌરવ

નવી દિલ્હી ખાતે હાલ ચાલી રહેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઇફલ ઇવેન્ટ્સ કોમ્પિટિશનમાં 5 ટીમ કેટેગરીમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સે 2 ગોલ્ડ અને 3 સિલ્વર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

નવી દિલ્હી ખાતે 15 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. જેમાં ગુજરાતમાંથી ભરૂચ અને વડોદરા રાઇફલ શૂટિંગ એસોસિએશનમાંથી શૂટર્સ ધનવીર રાઠોડ, નિખિલ તનવાન અને દીપેન સુથારે ટીમ ઇવેન્ટ્સની 5 કેટેગરીમાં બે ગોલ્ડ અને 3 સિલ્વર અંકે કર્યા છે.

50 મીટરની રાઇફલ શૂટિંગમાં જુનિયર મેન નેશનલ અને સિવિલ ચેમ્પિયનશિપ ટીમમાં બે ગોલ્ડ હાંસલ કર્યા છે. જ્યારે 50 મીટર રાઇફલ પ્રોન નેશનલ, સિવિલિયનની 3 ટીમ કેટેગરીમાં 3 સિલ્વર મેડલ મેળવ્યા છે.

ભરૂચના શૂટર ધનવીર રાઠોડને કોચ મિતલ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણા અને સેક્રેટરી અજય પંચાલે પણ શૂટર્સને જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.


Share

Related posts

ગોધરા : બી.એ. સેમ-૬ ની પુરક પરીક્ષા યોજવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું યુનિર્વસિટીને આવેદન.

ProudOfGujarat

અમદાવાદની AMTS અને BRTS માં એક જ ટિકિટ, એકસરખા ભાડામાં મુસાફરી કરી શકાશે

ProudOfGujarat

સિંધી સમાજના બહેનો માટે ફ્રૂટ સરબત બનાવવા માટેની તાલીમ શિબિર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!