ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક, હેલોનિક્સ ટેક્નોલોજીસે સૌંદર્યલક્ષી ડિઝાઇનમાં નવા માપદંડો સ્થાપિત કરીને તેની નવીનતમ પ્રોડક્ટ ‘વોલ ડી-લાઇટ’ લોન્ચ કરી છે. તે પરંપરાગત એલઈડી બલ્બ કરતાં છ ગણી પાતળી છે અને વધુમાં, તેને કોઈ વધારાના ફિક્સ્ચરની જરૂર નથી.
આ સુંદર વૉલ લાઇટિંગ ફિક્સ્ચર હેલોનિક્સની માલિકીની યુનિફિટ ટેક્નોલોજી પર આધારિત છે, જે સુનિશ્ચિત કરે છે કે તે દિવાલ સાથે ફ્લશ માઉન્ટ થયેલ છે અને ઇન્સ્ટોલ કરવામાં ખૂબ જ સરળ છે. તે બે સમકાલીન 12 વૉટ એલઈડી આકારોમાં ઉપલબ્ધ છે – રાઉન્ડ અને સ્ક્વેર, જેની કિંમત સ્પર્ધાત્મક રીતે માત્ર રૂ. 349 છે. તેની નવીન સુવિધાઓ ડિઝાઇન અને કાર્યક્ષમતાને મિશ્રિત કરે છે, જે તેને વિશ્વસનીય અને કિફાયતી લાઇટિંગ સોલ્યુશન બનાવે છે.
આ લોન્ચ વિશે હેલોનિક્સ ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ ઝુત્શીએ જણાવ્યું હતું કે “અમે અગ્રેસર નવીનતા અને આધુનિક ઘરેલુ અને સંસ્થાકીય જરૂરિયાતો માટે અદ્યતન લાઇટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ નવું લોન્ચ એ અમારી અતૂટ દ્રઢતાનો પુરાવો છે અને અમારી સમર્પિત આરએન્ડડી તથા ડિઝાઇન ટીમો સતત સીમાઓથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, જે ભારતીય બજારની માંગને પહોંચી વળવા અનુરૂપ અજોડ પ્રોડક્ટ્સ બનાવે છે. વોલ ડી-લાઇટ સાથે, અમે વોલ લાઇટિંગમાં એક નવું પરિમાણ લાવવામાં સફળ થયા છીએ. ગ્રાહકો સાથેનું અમારું સંશોધન પુષ્ટિ કરે છે કે અમારી પાસે એક વિજેતા ઇનોવેશન છે.”
હેલોનિક્સનો ‘વોલ ડી-લાઇટ’ એલઇડી બલ્બ સમગ્ર દેશમાં તમામ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રિકલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. બંને વેરિઅન્ટની કિંમત માત્ર રૂ. 349 છે અને 2 વર્ષની વોરંટી સાથે આવે છે. નવા માપદંડો સેટ કરીને, આ એક અનોખા પ્રકારની પ્રોડક્ટ હેલોનિક્સની અત્યાધુનિક હરિદ્વાર ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે.
સૂચિત્રા આયરે