Proud of Gujarat
FeaturedGujaratINDIA

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

Share

ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક હેલોનિક્સ ટેક્નોલોજીસે એ ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે અગ્રણી ટેક્નોલોજી દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નામ સૂચવે છે તેમ, ઉપરનો ભાગ (ડોમ) અને નીચેનો ભાગ (સ્ટેમ) બંને અલગ-અલગ રંગોમાં ચમકે છે, જે ગ્રાહકોને 3 અલગ-અલગ સ્વિચ એનેબલ્ડ મોડ દ્વારા તેમના રૂમમાં લાઇટિંગ સાથે જાદુ પાથરવાના વિવિધ વિકલ્પો આપે છે.

10W ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ બે વેરિઅન્ટ ઓફર કરે છે, પ્રત્યેકમાં ત્રણ લાઇટિંગ મોડ્સ છે: પ્રથમ વેરિઅન્ટ વ્હાઇટ, વાર્મ અને મિક્સ્ડ લાઇટિંગ પ્રદાન કરે છે, જ્યારે બીજો વ્હાઇટ, બ્લ્યૂ અને મિક્સ્ડ લાઇટિંગ વિકલ્પો પ્રદાન કરે છે. પ્રથમ મોડમાં એક તેજસ્વી 10 વોટનો પ્રકાશ ટોચ (ડોમ) પર ઝળકે છે. આગલા મોડ પર જવા માટે સ્વીચને ટોગલ કરો જ્યાં સ્ટેમ બ્લ્યૂ/વોર્મ વ્હાઇટ ચમકે છે જેથી દિવાલ પર સુંદર રંગ મળે. વધુ એક વખત સ્વીચને ટોગલ કરો જે ઉપર એક બ્રાઇટ વ્હાઇટ પ્રકાશ અને તળિયે (સ્ટેમ) સૂધિંગ બ્લ્યૂ/વાર્મ યલો પ્રકાશ આપશે જે રૂમમાં વાતાવરણને અનોખો દેખાવ આપે છે.

તેની 360-ડિગ્રી રોશની સતત, સમાન લાઇટિંગ પ્રદાન કરે છે અને રૂમની લાઇટિંગમાં નવું પરિમાણ લાવે છે. વધુમાં, તેની અનુકૂળ ડિઝાઇનથી હાલના લાઇટ બલ્બ હોલ્ડર્સમાં સરળ ઇન્સ્ટોલેશન થઈ શકે છે.

Advertisement

આ લોન્ચ વિશે બોલતા, હેલોનિક્સ ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ ઝુત્શીએ જણાવ્યુ હતું કે, “અમે હંમેશા હોમ લાઇટિંગ માટે નવીન અને અનન્ય સોલ્યુશન્સને પ્રાથમિકતા આપી છે. ‘અપ-ડાઉન ગ્લો’ એલઇડી બલ્બનું લોન્ચિંગ આ પ્રયાસમાં એક આગળનું પગલું છે, ખાસ કરીને આધુનિક સમયના ગ્રાહકો માટે જેઓ કિફાયતી લાઇટિંગ સોલ્યુશન્સ શોધી રહ્યા છે. અમારી સમર્પિત આરએન્ડડી અને ડિઝાઇન ટીમો શક્યતાઓને પુનઃવ્યાખ્યાયિત કરવા અને ભારતીય બજાર માટે કસ્ટમાઇઝ્ડ અત્યાધુનિક સોલ્યુશન્સ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.”

હેલોનિક્સ દ્વારા હાથ ધરવામાં આવેલ બજાર સંશોધન દર્શાવે છે કે ગ્રાહકો બહુપક્ષીય લાઇટિંગ સોલ્યુશન્સ શોધે છે: દૈનિક કાર્યો કરવા માટે આંખને તાણ ન પડે તેવું તેજ, ટીવી જોતી વખતે/સંગીત સાંભળતી વખતે હળવો પ્રકાશ અને સોશિયલ સેટિંગ્સ માટે ડેકોર-વધારતી ક્ષમતાઓ. ‘અપ-ડાઉન ગ્લો’ એલઇડી બલ્બ એક વર્સેટાઇલ પ્રોડક્ટમાં આ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનેલો છે.

હેલોનિક્સનો ‘અપ-ડાઉન ગ્લો’ એલઇડી બલ્બ દેશભરના તમામ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રિકલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને તેની કિંમત સ્પર્ધાત્મક રીતે માત્ર રૂ. 299 છે. બે વેરિઅન્ટ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ હશે. નવા ધોરણો નિર્ધારિત કરતાં આ અનોખી પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન હેલોનિક્સની અત્યાધુનિક હરિદ્વાર ફેસિલિટીમાં કરવામાં આવશે. આ નવીન પ્રોડક્ટ માટે પેટન્ટ એપ્લિકેશન, ડિઝાઇન, ટ્રેડમાર્ક અને ડોમેન નામ હાલમાં પ્રક્રિયા હેઠળ છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

ભારતે બાંગ્લાદેશ સામે 410 રનનો લક્ષ્યાંક મૂક્યો, કિશને 210 રન બનાવ્યા, કોહલીએ 113 રન બનાવ્યા.

ProudOfGujarat

નેત્રંગના આંજોલી ગામની આદિવાસી દિકરીએ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ વધેરવાની માંગ સાથે ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!