Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર.

Share

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણયની સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે જે-જે લોકોનાં મોત કોરોના વાયરસથી નીપજ્યાં છે સરકાર તેમના પરિવારોને વળતર આપે. જોકે આ વળતર કેટલું હોવું જોઇએ એ સરકારે નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે કોવિડને કારણે જેટલા લોકોનાં મોત થયાં છે તેમને 4 લાખ રૂપિયાની સહાય કરવી મુશ્કેલ છે. જોકે સુપ્રીમ કોર્ટે આની સાથે NDMA ને કહ્યું હતું કે એક એવી સિસ્ટમ બનાવવી જોઇએ જેનાથી ઓછામાં ઓછું વળતર આપી શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે કોવિડ સંદર્ભે ડેથ સર્ટિફિકેટ જાહેર કરે, જો સર્ટિફિકેટ પહેલેથી જાહેર કરાયાં હોય તો એમાં સુધારો કરવો જોઇએ.

આ નિર્ણયની સુનાવણી કરતા સમયે સુપ્રીમ કોર્ટે NDMA ના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામુ આપ્યું હતું તેમાં સરકારે આવું કરવામાં અસમર્થતા દર્શાવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આવું કરવું સંભવ નથી. તેના બદલે સરકાર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. કેન્દ્ર સરકારે એવી જાણકારી પણ આપી હતી કે, 4 લાખ રૂપિયાનું વળતર કોઈ હોનારતમાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારજનોને આપવામાં આવે છે પરંતુ કોઈ મહામારી સમયે આવું ન કરી શકાય.

જોકે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામું અપાયું હતું એમાં સરકારે આ અંગે અસમર્થ હોવાની જાણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવું કરવું અશક્ય છે, સરકારનું ધ્યાન અત્યારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત કરવા કેન્દ્રિત છે.કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે 4 લાખ રૂપિયાનું વળતર કોઈ અકસ્માત કે ગંભીર પરસ્થિતિમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને આપવામાં આવે છે.

Advertisement

મહામારીના સમયે આ પ્રમાણેની સહાય કરવી શક્ય નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી ભારત દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. દેશમાં અત્યારસુધી આ મહામારીને કારણે લગભગ 4 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે અત્યારે કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ ત્રીજી લહેર વધુ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.


Share

Related posts

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગની ટીમ પર હુમલો કરનાર છ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

પાણીના પ્રેશરની ગંભીર સમસ્યા બાદ પાલેજ ગામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

આજરોજ ભરૂચની નંદેલાવ ચોકડી ખાતેથી સરદાર પટેલ એકતા રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!