લોકસભામાં રજૂ થયેલા બજેટ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલે જણાવ્યું હતું કે કોરોના સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આશા એવી હતી કે સરકાર ઉદ્યોગો માટે કોઈ રાહત જાહેર કરશે પરંતુ બજેટમાં ઉદ્યોગો માટે કોઈ વધારાની ફાયદાકારક રાહત જોવા મળતી નથી.
મહિલાઓને સ્વ સહાય માટે જે જાહેરાત કરવામાં આવી છે એ ખરેખર આવકાર ગાયક છે: રશ્મિ જોશી, સમાજ સેવિકા
વર્ષોથી આદિવાસી તેમજ પછાત વર્ગની મહિલાઓ માટે સમાજ સેવા તેમજ શૈક્ષણિક અને સ્વનિભરતા માટે કામ કરતા રસની જોશી એ જણાવ્યું હતું કે સરકારે સ્વ સહાયના જે નિર્ણયો લીધા છે ખરેખર પ્રશંશનીય છે અને મહિલાઓ આ નિર્ણયને લીધે સ્વ નિરૂપણ તો થશે જ એમનો આત્મવિશ્વાસ વધશે તેમ જ ખૂબ આગળ વધી શકશે સરકારના આ પગલાને ખરેખર મહિલા વર્ગ તરફથી વધાવવું જ જોઈએ.
ખેડૂતોને નિરાશા, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ બજેટમાં કોઈ જોગવાઈ નહીં: નાઝુ ફડવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા
બજેટ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે બજેટમાં જે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી તે 2024 સુધીમાં પૂરી થતી દેખાતી નથી. સાથે જ શિક્ષણ અને સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય માટે પણ બજેટ માં ઘટાડો કરવામાં આવ્યું છે,એ આશ્ચર્યજનક બાબત છે. સરકાર લોક ઉપયોગી બજેટ આપવામા ઉણી ઉતરી રહી છે. આ બજેટ ફક્ત અને ફક્ત ઉદ્યોગપતિઓ અને અમીર વર્ગ માટેનું હોય એમ લાગી રહ્યું છે.
બોકસ :
આ બજેટ સૌથી સારામાં સારું, તમામ ક્ષેત્રને ધ્યાનમાં લઈએ તો ભારત માટે સર્વશ્રેષ્ઠ: સી.એ. વાહિદ શેખ, અકલેશ્વર
અંકલેશ્વરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાહિદ શેખે બજેટ અંગે જણાવ્યું હતું કે આ બજેટ અત્યાર સુધીમાં સારામાં સારું બજેટ છે નાનામાં નાના વ્યક્તિઓથી લઈ કોર્પોરેટ ક્ષેત્ર સુધી તમામને માટે ઘણું સારું બજેટ કહી શકાય .ખેડૂતોને અને ગ્રીન એરિયા, પર્યાવરણ જેવા મુદ્દાઓને લઈએ તો આ બજેટમાં ઘણા બધા પ્રાવધાન છે જેને લઈને ભારત આવતા ચાર વર્ષમાં ઘણે ઉપર સુધી પહોંચી જશે. ટુરીઝમ ડિપાર્ટમેન્ટ ને પણ આ બજેટમાં ઘણું ફાયદો આપવામાં આવ્યો છે.