Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીમાં આજે 90 મિનિટની પરેડ, 23 ઝાંખીઓ, લશ્કરી તાકાત અને સંસ્કૃતિ એકસાથે જોવા મળશે

Share

ભારત આજે તેનો 74 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ છે. તેમની સાથે પાંચ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. ભારત અને ઇજિપ્ત આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

ગણતંત્ર દિવસ નિમિત્તે અશોકા રોડ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. કોપરનિકસ માર્ગ પર પણ કડક સુરક્ષા રાખવામાં આવી છે. ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન સુરક્ષા માટે લગભગ 6,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં દિલ્હી પોલીસ સિવાય અર્ધલશ્કરી દળો અને NSGનો સમાવેશ થાય છે. આ સાથે 150 સીસીટીવી કેમેરાથી કર્તવ્ય પથ પર નજર રાખવામાં આવશે. આ માટે ગઈકાલ સાંજથી પરેડ રૂટની આસપાસની તમામ ઊંચી ઇમારતો બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

આ વર્ષે 74 માં ગણતંત્ર દિવસની પરેડ ખાસ છે. ગણતંત્ર દિવસની પરેડમાં કુલ 23 ઝાંખીઓ જોવા મળશે. આ ઉપરાંત તમામ ટેબ્લોક્સની થીમ પણ અલગ-અલગ રાખવામાં આવી છે. આમાંના મોટા ભાગના ટેબ્લોક્સની થીમ મહિલા સશક્તિકરણ વિશે છે. આ તમામ ઝાંખીઓમાંથી 17 ઝાંખી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હશે જ્યારે છ વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોની હશે જે ધ્વજવદંન બાદ પ્રસ્તુત કરવામાં આવશે.

વિવિધ થીમ્સ

ઉત્તર પ્રદેશ – અયોધ્યા દીપોત્સવ

હરિયાણા – આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ

ઉત્તરાખંડ – માનસખંડ

ગુજરાત – ક્લીન-ગ્રીન એનર્જી

કર્ણાટક – મહિલા શક્તિ ઉત્સવ

પશ્ચિમ બંગાળ – દુર્ગા પૂજા

મહારાષ્ટ્ર – સાડા ત્રણ શક્તિપીઠ

ઝારખંડ – બાબા બૈદ્યનાથ ધામ

જમ્મુ અને કાશ્મીર – નવું જમ્મુ અને કાશ્મીર

આસામ – લડવૈયાઓ-આધ્યાત્મિકતાની ભૂમિ

વિશ્વ ભારતની શક્તિને કર્તવ્ય પથ પરથી નિહાળશે

આજે પરેડ દરમિયાન ‘સ્વદેશી’નો સંદેશ આપતાં મેડ ઈન ઈન્ડિયા શસ્ત્રો પર મહત્ત્વપૂર્ણ ભાર મુકવામાં આવ્યો છે. ભારતમાં બનેલી 105 એમએમ ભારતીય ફીલ્ડ ગનમાંથી 21 તોપોની સલામી પણ આપવામાં આવશે. જેમાં નાગ મિસાઈલ સિસ્ટમ, K9 વજ્ર આર્ટિલરી ગન, અર્જુન માર્ક 1 ટેન્ક, BMP-2 સરથ, શોર્ટ સ્પાન બ્રિજ સિસ્ટમ, મોબાઈલ સિક્યોરિટી સિસ્ટમ અને ક્વિક એક્શન ટીમ વાહનની તાકાત જોવા મળશે. આ ઉપરાંત ભારત નિર્મિત બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ અને આકાશ આર્મી લોન્ચર પણ જોવા મળશે.

કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ આજે ખૂબ જ ખાસ છે. તેમાંથી ઘણું બધું પ્રથમ વખત થવાનું છે. 74 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પ્રજાસત્તાક દિવસ 2023 ની પરેડમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઊંટ ટુકડીમાં પ્રથમ વખત મહિલાઓ પણ ભાગ લઈ રહી છે. 24 મહિલાઓને ઊંટ સવારીની તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 12 ને પરેડમાં સામેલ કરવા માટે પસંદ કરવામાં આવી છે.


Share

Related posts

વાલીયાના રાજપરા ગામમાં G-20 finance Track Citizen Engagement programme નું આયોજન કરાયું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડામાં જમીન મામલે જૂથ અથડામણમાં એકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ગણેશ મહોત્સવને ધ્યાને લઈને અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો રીપેર કરવા વિવિધ મંડળો દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!