Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીમાં સુરક્ષિત નથી દીકરીઓ, યુવતી પર એસિડ એટેકનો વધુ એક કિસ્સો

Share

દેશની રાજધાની દિલ્હીમાં દીકરીઓ સુરક્ષિત નથી. તાજો કિસ્સો દ્વારકાનો છે, અહી એક સ્કૂલ ગર્લ પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. એક છોકરાએ યુવતી પર એસિડ વડે હુમલો કર્યો છે. આ ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. યુવતીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને દિલ્હી પોલીસના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. દિલ્હી પોલીસે આ અંગે માહિતી આપી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે પીએસ મોહન ગાર્ડન વિસ્તારમાં એક છોકરી પર એસિડ એટેકની ઘટના અંગે સવારે 9 વાગ્યે PCR કોલ આવ્યો હતો. તેમાં, એવું કહેવામાં આવ્યું હતું કે સવારે 7:30 વાગ્યે એક 17 વર્ષની છોકરી પર કથિત રીતે બે બાઇક પર આવેલા શખ્સોએ એસિડ જેવી કોઈ વસ્તુથી હુમલો કર્યો હતો.

Advertisement

દિલ્હી પોલીસે જણાવ્યું કે ઘટના સમયે યુવતી તેની નાની બહેન સાથે હતી. તેણે પોતાના પરિચિત બે લોકો પર શંકા વ્યક્ત કરી છે. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીની સારવાર ચાલી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, તેની સ્થિતિ સ્થિર છે. ડૉક્ટર આ વિશે વધુ સારી રીતે કહી શકશે.


Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે “જીમ કમ યોગા સેન્ટર” નાં ખાતમુહૂર્તનો ઓનલાઇન કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે કરવામાં આવ્યો.

ProudOfGujarat

5 अक्टूबर, 2018 को रिलीज होगी फ़िल्म “लवरात्री”!

ProudOfGujarat

ભરૂચ : ઉમેદવારી પત્રો ભરાયા બાદ રાજકીય પક્ષોનો પ્રચાર પૂર જોશમાં, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસનાં ઉમેદવારોને મળતો જન પ્રતિસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!