Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિલ્હી : નરેલા ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે.

Share

દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક ફેક્ટરીમાં શનિવારે સવારે આગ લાગી હતી. માહિતી મળતાની સાથે જ આગ પર કાબૂ મેળવવા માટે 20 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જ્યાં આગ લાગી તે ફેક્ટરીમાં પ્લાસ્ટિકના ચંપલ અને શૂઝ બનાવવામાં આવે છે.

અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે દિલ્હીના નરેલામાં ફૂટવેર ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવા માટે 20 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ‘નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લાસ્ટિક ચંપલ અને શૂઝ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. 20 ફાયર બ્રિગેડની ગાંધી ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિની ​​જાણ થઈ નથી.’ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

Advertisement

જણાવી દઈએ કે અગાઉ મંગળવારે સવારે નરેલામાં ફૂટવેર ફેક્ટરીમાં લાગેલી આગમાં બે લોકોના મોત થયા હતા. જયારે અન્ય 18 લોકો ઘાયલ થયા હતા, જેના સંબંધમાં દિલ્હી પોલીસે નરેલા ઔદ્યોગિક વિસ્તારમાં ફૂટવેર ફેક્ટરીના માલિક સાહિલ ગર્ગ અને કોન્ટ્રાક્ટર વાસુદેવ યાદવની ધરપકડ કરી હતી. જ્યારે ઘાયલોને રામ મનોહર લોહિયા અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

દિલ્હી ફાયર વિભાગના ડીઓ સંદીપ દુગ્ગલે ફેક્ટરીમાં કામ કરતા કોન્ટ્રાક્ટરને ટાંકીને કહ્યું હતું કે ફેક્ટરીમાં 300 લોકો કામ કરી રહ્યા હતા જેઓ જાતે જ બહાર નીકળી આવ્યા હતા અને પડોશીઓએ સીડીઓ લગાવી દીધી હતી જેના કારણે લોકોને બિલ્ડિંગ ખાલી કરવામાં મદદ મળી હતી. આ પહેલા 23 સપ્ટેમ્બરે પણ નરેલામાં ફૂટવેર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેને બાદમાં ફાયર બ્રિગેડની મદદથી કાબૂમાં લેવામાં આવી હતી.


Share

Related posts

વડોદરા : મહિલાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કહી વિડીયો બનાવનાર વૃદ્ધ વકીલની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ .કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિમાં “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની અમલીકરણ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!